Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે કરુણા અભિયાન કાર્યરત કરવામાં આવ્યું

રાજયભરમાં ઉતરાયણનો તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે. પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને તેના મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે. આથી, રાજ્યભરમાં 'જીવો, જીવવા દો અને જીવાડો'ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વર્ષે પણ ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે કરુણા અભિયાન કાર્યરત કરાયું છે. પક્ષીઓને તàª
01:36 PM Jan 13, 2023 IST | Vipul Pandya
રાજયભરમાં ઉતરાયણનો તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે. પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને તેના મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે. આથી, રાજ્યભરમાં 'જીવો, જીવવા દો અને જીવાડો'ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વર્ષે પણ ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે કરુણા અભિયાન કાર્યરત કરાયું છે. 
પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે
રાજકોટ જિલ્લા નાયબ પશુપાલન નિયામકશ્રી કે. યુ. ખાનપરાએ જણાવ્યું છે કે, જિલ્લામાં વર્ષ ૨૦૨૩માં તા. 10 થી તા. 20  જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન અન્વયે ઘાયલ પક્ષીઓની સારવાર સુશ્રુષા અર્થે વન વિભાગ દ્વારા જિલ્લામાં દરરોજ સવારે 7 કલાકથી સાંજે 6  કલાક સુધી તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. તેમજ સમગ્ર જિલ્લામાં કુલ ૨૬ સારવાર કેન્દ્રો ઉભા કરી ઈજા પામેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લાનાં તમામ તાલુકા સ્તરના 20  થી વધુ પશુ દવાખાનાઓમાં 30  થી વધુ વેટરનરી ડોકટરોની ટીમ પશુ દવાખાનામાં સતત કાર્યરત રહીને પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની અદ્યતન સારવાર-સુશ્રુષા જેવી કે સોનોગ્રાફી, પેથોલોજી, ઓપરેશન કરાય છે. તેમજ ઘાયલ થયેલા પક્ષીઓને ૫ કરુણા એમ્બ્યુલન્સ અને મહાનગરપાલિકા, પશુપાલન વિભાગ અને વન વિભાગના વાહનોમાં શક્ય હશે ત્યાં સુધી પશુ દવાખાના સુધી લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત, અનેક સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે.
પશુપાલન વિભાગના હેલ્પલાઈન નં.1962  લઈ શકાશે
કરૂણા અભિયાન-2023  અંતર્ગત પક્ષી નિદાન કેન્દ્રની માહિતી માટે મો.નં. 8320002000 પર વોટસએપમાં 'Karuna' મેસેજ લખી https://bit. karunaabhiyan ઉપર ક્લિક કરવાથી  જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. એટલું  જ નહીં, પશુપાલન વિભાગના હેલ્પલાઈન નં. 1962  ઉપર પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે. તેમજ પતંગના દોરાથી વિદ્યુત તારોમાં ફસાયેલા પક્ષીઓની મદદ માટે પી.જી.વી.સી.એલ. ટોલ ફ્રી નં. 1800233155333 પર સંપર્ક થઈ શકશે.  
 અભિયાન હેઠળ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય:   પ્રતિકભાઈ સંઘાણી
કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સેક્રેટરીશ્રી પ્રતિકભાઈ સંઘાણીએ જણાવ્યું છે કે, કરૂણા અભિયાન હેઠળ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ-પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓના સહયોગથી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરવામાં આવી છે. તદઉપરાંત, આ અભિયાન હેઠળ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય, તે અંગે મોબાઈલ વાનમાં બેનરો મારફતે  જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ દ્વારા પક્ષીઓના જીવન બચાવવા માટે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5  વાગ્યા બાદ પતંગન ઉડાડવા, પાકા અને ચાઇનીઝ દોરાનો ઉપયોગન કરવા તથા તાર કે ઝાડ પર લટકતા દોરાઓ દૂર કરવા લાગણીસભર અનુરોધ કરવામાં આવ્યો છે.
આપણ  વાંચો- આ વિસ્તારમાં ચોર લુંટારૂ નથી છતાં અહીંના લોકો ને લાગે છે ડર જાણો કેમ ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BhupendrabhaiPatelCompassioncampaignGujaratFirstlandingRAJKOTwoundedbird
Next Article