ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કર્ણાટકના મંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યું હું નકલ કરવામા માસ્ટર હતો, શિક્ષકોની રેગિંગ કરતો હતો

કોઇ નેતા જ્યારે પોતે જે શાળામાં ભણ્યો હોય તે શાળામાં પહોંચે ત્યારે હમેંશા તે શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બનતો હોય છે.. પરંતુ કર્ણાટકના એક મંત્રી જ્યારે પોતે જે શાળામાં ભણ્યા તે શાળાના એક કાર્યક્રમમાં પહોંચ્યા તો વિદ્યાર્થીઓ સમક્ષ જે બોલ્યા તેનાથી વિદ્યાર્થીઓ અવળા માર્ગે ન ચઢે તો જ નવાઇ. મંત્રીએ કીધું મને નકલ કરવામાં મહારથ હાંસલ હતીકર્ણાટકના મંત્રી શ્રીરામુલુà
12:46 PM Dec 11, 2022 IST | Vipul Pandya
કોઇ નેતા જ્યારે પોતે જે શાળામાં ભણ્યો હોય તે શાળામાં પહોંચે ત્યારે હમેંશા તે શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બનતો હોય છે.. પરંતુ કર્ણાટકના એક મંત્રી જ્યારે પોતે જે શાળામાં ભણ્યા તે શાળાના એક કાર્યક્રમમાં પહોંચ્યા તો વિદ્યાર્થીઓ સમક્ષ જે બોલ્યા તેનાથી વિદ્યાર્થીઓ અવળા માર્ગે ન ચઢે તો જ નવાઇ. 
મંત્રીએ કીધું મને નકલ કરવામાં મહારથ હાંસલ હતી
કર્ણાટકના મંત્રી શ્રીરામુલુએ બેલ્લારીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પરીક્ષામાં નકલ કરવાના ગુણગાન ગાયા, આ સાથે તેમણે પોતાની જ પોલ ખોલી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તેમણે નકલ કરવામાં મહારથ મેળવેલી છે,અને તેમણે નકલ કરીને જ  ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે. મંત્રીએ કહ્યું કે  હું નકલ કરવામાં પીએચડી છું. 
મંત્રીએ કહ્યું ધોરણ 10 પાસ કર્યુ તો શિક્ષકને આશ્ચર્ય થયું હતું 
મંત્રી શ્રીરામુલુએ વધુમાં કહ્યું કે ટ્યુશનમાં દરરોજ બધાની સામે મારું અપમાન થતું હતું. દરરોજ મને કહેવામાં આવતું કે હું કેટલો મૂર્ખ છું. જ્યારે મેં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી ત્યારે શિક્ષકને આશ્ચર્ય થયું કે હું કઇ રીતે 10મું ધોરણ પાસ થયો. 
હું બેક બેન્ચર હતોઃ મંત્રી 
બલ્લારીમાં વિદ્યા વર્ધક સંઘ એસજી પ્રી-યુનિવર્સિટી કોલેજના ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં વિદ્યાર્થીઓને સંબોધતા મંત્રીજીએ આ વાત કહી.. તેઓ આ જ  કોલેજના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. શ્રીરામુલુએ કહ્યું, “હું વર્ગમાં બેક બેન્ચર હતો. મેં પરીક્ષા દરમિયાન ગેરરીતિ કેવી રીતે કરવી તે અંગે પીએચડી કર્યું છે. 
મેં શિક્ષકોની રેગિંગ કરેલી છે 
મેં મારા શિક્ષકોની રેગિંગ કરેલી છે..  જ્યારે હું જીન્સ પહેરતો ત્યારે છોકરીઓ મને જોતી. હું 14 વખત જેલમાં ગયો છું. એમ ન વિચારતા કે  કોઇ ફિલ્મનો ડાયલોગ છે. આ વાસ્તવિકતા છે. જોકે હું માત્ર ગરીબોની રક્ષા કરવા અને જરૂરિયાતમંદોને ન્યાય અપાવવા માટે જ લડાઇ કરતો.
આ પણ વાંચો -  જયારે મુકાબલો મોટો હોય ત્યારે સાયલન્ટ પ્રચાર જેવી કોઇ વસ્તુ નથી હોતીઃ ચિદમ્બરમ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
copyingGujaratFirstKarnatakamasterMinisterraggingStudentsTeachers
Next Article