Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈબ્રાહિમ અલી ખાનને સાઉથની આ હિન્દી રિમેકમાં લૉન્ચ કરશે કરણ જોહર

ઈબ્રાહિમ અલી ખાનના એક્ટીંગ ડેબ્યૂ વિશે સમાચારો આવી રહ્યાં છે. તેની પહેલી ફિલ્મ વિશે માહિતી સામે આવી છે. અભિનય ક્ષેત્રે ઝંપલાવતા પહેલા ઈબ્રાહિમે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું હવે તે અભિનય ક્ષેત્રે ચમકશે.ઈબ્રાહિમે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યુંસુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હાલમાં તેની ફિલ્મ 'ધ આર્ચીઝ'નું શૂટિંગ ચાલી રહ્યà«
ઈબ્રાહિમ અલી ખાનને સાઉથની આ હિન્દી રિમેકમાં લૉન્ચ કરશે કરણ જોહર
ઈબ્રાહિમ અલી ખાનના એક્ટીંગ ડેબ્યૂ વિશે સમાચારો આવી રહ્યાં છે. તેની પહેલી ફિલ્મ વિશે માહિતી સામે આવી છે. અભિનય ક્ષેત્રે ઝંપલાવતા પહેલા ઈબ્રાહિમે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું હવે તે અભિનય ક્ષેત્રે ચમકશે.

ઈબ્રાહિમે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું
સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હાલમાં તેની ફિલ્મ 'ધ આર્ચીઝ'નું શૂટિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને સુહાનાને લઈને ફેન્સમાં ઘણો ઉત્સાહ છે. આ સ્ટારકિડ્સ સિવાય ઈબ્રાહિમ અલી ખાનના ડેબ્યૂ વિશે ઘણા સમયથી અટકળો લગાવવામાં આવી રહી છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પહેલેથી જ ફિલ્મી પડદે મચાવી રહી છે. હવે ઈબ્રાહિમની પહેલી ફિલ્મ વિશે માહિતી સામે આવી છે. અભિનય ક્ષેત્રે પ્રવેશતા પહેલા ઈબ્રાહિમે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું હવે તે અભિનય ક્ષેત્રે ચમકશે.
ફિલ્મની હાઇલાઇટ્સ
ઈબ્રાહિમ મલયાલમ ફિલ્મ 'હૃદયમ'ની હિન્દી રિમેકમાં જોવા મળશે. म ફિલ્મમાં મોહનલાલનો પુત્ર પ્રણવ મોહનલાલ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં ઈબ્રાહિમ લીડ રોલમાં છે. 'હૃદયમ'ની હિન્દી રિમેકનું નિર્માણ કરણ જોહર અને સ્ટાર સ્ટુડિયો દ્વારા કરવામાં આવશે. બોલિવૂડ હંગામાના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, “ઇબ્રાહિમ માટે લોન્ચ કરવા માટે આ શ્રેષ્ઠ પ્રોજેક્ટ છે. છેલ્લા કેટલાક સમયથી કરણ ઈબ્રાહિમના લોન્ચિંગ માટે ફિલ્મની સ્ટોરી શોધી રહ્યો હતો. તે આ પાત્ર માટે પરફેક્ટ છે.
સારાને પણ કરણ જોહર લોન્ચ કરવાનો હતો
પહેલા એવા અહેવાલ હતા કે કરણ જોહર સારા અલી ખાનને પણ લોન્ચ કરવાનો હતો,પરંતુ તે પ્રોજેક્ટ મોડો પડ્યો. ત્યારબાદ સારાએ 'કેદારનાથ' સાઈન કરી. 'કેદારનાથ'નું નિર્દેશન અભિષેક કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં સુશાંત સિંહ રાજપૂત મુખ્ય અભિનેતા તરીકે હતા.

કરણ સાથે આસિટન્ટ તરીકે કામ કર્યું 
ઈબ્રાહિમે કરણ જોહરની 'રોકી અને રોનીની લવ સ્ટોરી'માં આસિટન્ટ તરીકે કામ કર્યું છે. તેની તસવીરો ફિલ્મના સેટ પરથી સામે આવી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી છે.
Advertisement
Tags :
Advertisement

.