Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કરણ જોહરે સિદ્ધાર્થની 'મિશન મજનૂ'ની સમીક્ષા કરી! સિડ અને ટીમના કર્યા વખાણ

સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ની ફિલ્મ 'મિશન મજનૂ' આજથી નેટફ્લિક્સ પર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં સિદ્ધાર્થ (Sidharth Malhotra)ની સાથે રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna)લીડ રોલમાં જોવા મળશે. જ્યારે ચાહકોને આજથી ફિલ્મ જોવા મળશે, થોડા દિવસો પહેલા મુંબઈમાં 'મિશન મજનુ'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ પછી ફિલ્મ જોનારા ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર તેના વિશે પોતાનો અભિપ્રàª
04:53 AM Jan 19, 2023 IST | Vipul Pandya
સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ની ફિલ્મ 'મિશન મજનૂ' આજથી નેટફ્લિક્સ પર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં સિદ્ધાર્થ (Sidharth Malhotra)ની સાથે રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna)લીડ રોલમાં જોવા મળશે. જ્યારે ચાહકોને આજથી ફિલ્મ જોવા મળશે, થોડા દિવસો પહેલા મુંબઈમાં 'મિશન મજનુ'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ પછી ફિલ્મ જોનારા ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર તેના વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. મોટા ભાગના સ્ટાર્સને આ ફિલ્મ ગમી અને તેને શાનદાર ગણાવી. પરંતુ હવે કરણ જોહરે (Karan Johar) સોશિયલ મીડિયા પર ફિલ્મ અને સિડની ફિલ્મની ટીમના વખાણ કરતા એક લાંબી નોટ લખી છે.

કરણ જોહરે (Karan Johar) સિદ્ધાર્થ (Sidharth Malhotra) અને 'મિશન મજનૂ'ની આખી ટીમના વખાણ કરતા પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, 'ઘણા એવા હીરો છે જેમના માટે ક્યાંય કહેવામાં આવ્યું નથી. મિશન મજનૂ એક છુપાયેલા હીરોની વાર્તા છે, જે પ્રેમ અને દેશભક્તિથી ભરેલી છે. એક મિશન જેના વિશે કોઈ જાણતું નથી…સંવેદનશીલતાના ખૂબ જ સુંદર સંતુલન સાથે વાર્તાનું સુંદર સંપાદન કરવામાં આવ્યું છે. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આ અદ્ભુત વાર્તા રજૂ કરવા બદલ રોની સ્ક્રુવાલાનો આભાર!! ફિલ્મની આખી કાસ્ટ વિનર છે!

કરણ જોહર (Karan Johar) આગળ લખ્યું છે કે, 'રશ્મિકા મંડન્ના (Rashmika Mandanna)ની નાજુકતા એ હૃદયસ્પર્શી હતી... પરંતુ આ ફિલ્મ આપણા મજનુની છે! હું ફિલ્મને કોઈ સ્પોઈલરને આપવાનો નથી પરંતુ તે ઈમાનદારી અને તાકાત સાથે ફિલ્મમાં તેના નામની જેમ વર્તે છે. જરૂર પડે ત્યારે તે 'હીરો' છે અને 'મજનૂ' પણ છે. વાર્તા પ્રમાણે તે પોતાની જાતને બદલે છે.

સિદ્ધાર્થ(Sidharth Malhotra)ની આ એક્શનથી ભરપૂર ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, તે પાકિસ્તાનની ધરતી પર ભારતના સૌથી મહત્વપૂર્ણ RAW ઓપરેશન પર આધારિત છે. આ ફિલ્મ 1970ના દાયકાની વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. 'મિશન મજનુ' દેશના આવા બહાદુર સૈનિકોની કહાણી બધાની સામે લાવશે, જેઓ દેશની સેવામાં પોતાનો જીવ આપી દે છે, પરંતુ તેમની વાર્તાઓ ક્યારેય કોઈની સામે નથી આવતી.

આ પણ વાંચો - આ ફેમસ ખેલાડીઓના બાળકોએ બોલિવૂડમાં બનાવી કેરિયર, લિસ્ટમાં છે ઘણા મોટા નામ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BollywoodGujaratFirstKaranJoharMissionMajnuReviewsSiddharth
Next Article