Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બોલિવૂડના બહિષ્કારથી ડરી ગયો કરણ જોહર! વિજય દેવેરાકોંડા- અનન્યા પાંડેના લાઇગર માટે આ મોટો નિર્ણય

છેલ્લા કેટલાક દિવસોમાં આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોને બહિષ્કારને કારણે ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં કરણ જોહરે લાઇગર Liger ને લઈને મોટો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.  બોલિવુડ ફિલ્મોને ભારે નુકસાન થયું અભિનેતા વિજય દેવરાકોંડા અને અભિનેત્રી અનન્યા પાંડે તેમની આગામી ફિલ્મ લાઇગરના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની રિલીઝને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફàª
12:42 PM Aug 18, 2022 IST | Vipul Pandya
છેલ્લા કેટલાક દિવસોમાં આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોને બહિષ્કારને કારણે ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં કરણ જોહરે લાઇગર Liger ને લઈને મોટો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. 
 
બોલિવુડ ફિલ્મોને ભારે નુકસાન થયું 
અભિનેતા વિજય દેવરાકોંડા અને અભિનેત્રી અનન્યા પાંડે તેમની આગામી ફિલ્મ લાઇગરના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની રિલીઝને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને લઈને સમાચારોનું બજાર ગરમ થવા લાગ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા સહિત કેટલીક બોલિવુડ ફિલ્મોનો સોશિયલ મીડિયાપર બહિષ્કાર ટ્રેન્ડ થવાના કારણે આ ફિલ્મોને ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં કરણ જોહરે લાઇગરને લઈને મોટો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. 
દક્ષિણમાં પ્રથમ રિલીઝ થશે લાઇગર!
તમને જણાવી દઈએ કે લાઇગરની રિલીઝ ડેટ 25 ઓગસ્ટ છે, જેનું હાલમાં જોરદાર પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. અનન્યા અને વિજય દેશના અલગ-અલગ ભાગોમાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. દરમિયાન, બૉક્સ ઑફિસ વર્લ્ડવાઈડ રિપોર્ટ અનુસાર, કરણ જોહર હિન્દીના એક દિવસ પહેલા દક્ષિણ ભારતમાં લાઇગર રિલીઝ કરવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે સાઉથના સારા રિવ્યુ અને કલેક્શનને કારણે તેના હિન્દી કલેક્શનમાં પણ સારી અસર જોવા મળી શકે છે. 

ગીત આફતને લઈને પણ વિવાદ 
આ પહેલાં ફિલ્મના ગીત આફતને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. ગીતમાં રેપ સીનનો ડાયલોગ 'ભગવાન કે લિયે મુઝે છોડ દો, મુઝે છોડ દો' લેવામાં આવ્યો છે. લોકોએ સોંગ આફત પર નારાજગી વ્યક્ત કરી છે,  અને મેકર્સ પર નિશાન સાધ્યું છે. ગીતમાં અનન્યા પાંડેને આ ડાયલોગ બોલતી બતાવવામાં આવી છે જેમાં તે વિજય દેવરાકોંડાથી ફ્રી થવા  બોલે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આનાથી ગુસ્સે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે આ ગીતને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક  યુઝર્સે કહ્યું કે આ ડાયલોગ એડલ્ટ ફિલ્મની શરૂઆતમાં હોય છે. 

કરણ જોહર બોયકોટથી ડરી ગયો?
ન માત્ર લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષાબંધન જ નહીં પરંતુ આ પહેલા પણ ઘણી બોલિવૂડની ફિલ્મોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે કરણ જોહર લાઇગરના કલેક્શનને લઈને ઘણા પ્લાનિંગમાં વ્યસ્ત છે અને આવી સ્થિતિમાં ફિલ્મ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ સમયે, રિપોર્ટ અનુસાર, 25 ઓગસ્ટે ફિલ્મનો હિન્દીમાં માત્ર એક પેઇડ પ્રિવ્યૂ શો હશે. જણાવી દઈએ કે સેન્સર બોર્ડ દ્વારા 140 મિનિટની ફિલ્મના લગભગ 6-7 શબ્દો મ્યૂટ કરવામાં આવ્યા છે અને ફિલ્મનું એડવાન્સ બુકિંગ 21 ઓગસ્ટથી થશે.

કેઆરકેનું ટ્વિટ
આ પહેલાં KAK એ દાવો કર્યો હતો કે OTT કંપનીઓ કરણ જોહરની આ ફિલ્મ માટે મોટી રકમ ચૂકવવા માટે સંમત નથી. તેણે કહ્યું કે આ ફિલ્મ એક આફત સાબિત થવાની છે. KRKએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, 'કરણ જોહરે OTT કંપનીઓને Liger વેચવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ કોઈ વધારે કિંમત માટે રાજી ન થયું. વિજયે 35 કરોડ રૂપિયા વસૂલ્યા છે. ફિલ્મ 10 થી 20 કરોડનો લાઈફટાઇમ બિઝનેસ કરશે જ્યારે ફિલ્મે નફો મેળવવા માટે 150 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કરવું પડશે. 
Tags :
AnanyaPandayGujaratFirstKaranJoharligerupcomingBollywoodfilmVijayDeverakonda
Next Article