Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કપિલ સિબ્બલ vs અશોક ગેહલોત, સિબ્બલે ગાંધી પરિવારના રાજીનામાની માંગ કરી તો ગેહલોતે કહ્યું – સિબ્બલ કોંગ્રેસમાં ABC પણ નથી

પાંચ રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં સતત મંથનનો તબક્કો ચાલી રહ્યો છે. G23ના નેતાઓએ ફરીથી હાઈકમાન્ડ પાસે નેતૃત્વ બદલવાની માંગ કરી છે. આ નેતાઓમાં કપિલ સિબ્બલનો પણ સમાવેશ થાય છે, જેમણે ગાંધી પરિવારને નેતૃત્વમાંથી હટાવવાની માંગ કરી હતી. કપિલ સિબ્બલના આ નિવેદન પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું છે કે કપિલ સિબ્બલ કોંગ્રેસ પાર્ટીના એબીસી પણ નથà
05:01 PM Mar 15, 2022 IST | Vipul Pandya

પાંચ રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં સતત મંથનનો તબક્કો ચાલી
રહ્યો છે.
G23ના નેતાઓએ ફરીથી હાઈકમાન્ડ પાસે
નેતૃત્વ બદલવાની માંગ કરી છે. આ નેતાઓમાં કપિલ સિબ્બલનો પણ સમાવેશ થાય છે
, જેમણે ગાંધી પરિવારને નેતૃત્વમાંથી હટાવવાની માંગ કરી હતી. કપિલ
સિબ્બલના આ નિવેદન પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પલટવાર કર્યો છે. તેમણે
કહ્યું છે કે કપિલ સિબ્બલ કોંગ્રેસ પાર્ટીના એબીસી પણ નથી જાણતા. 
મીડિયા સાથે વાત કરતા અશોક ગેહલોતે કહ્યું છે કે કપિલ સાહેબ કોંગ્રેસ
કલ્ચરના વ્યક્તિ નથી
, તેઓ કોંગ્રેસમાં પ્રવેશેલા પ્રખ્યાત
વકીલ છે. અશોક ગેહલોતે કહ્યું કે સોનિયા અને રાહુલજીએ તેમને ઘણી તકો આપી છે
. જેઓ કોંગ્રેસની એબીસી નથી જાણતા તેમણે
આવા નિવેદનો ન કરવા જોઈએ. અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે
, કોંગ્રેસ કલ્ચરમાં કામ કરતા હતા ત્યારે ધીમે-ધીમે તેમને તક મળે છે,
પરંતુ સોનિયા ગાંધીના આશીર્વાદ અને રાહુલ
ગાંધીના સમર્થનથી તેમને સીધુ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું.

 

રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક પછી પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે મંગળવારે માંગ કરી હતી કે ગાંધી
પરિવારે નેતૃત્વની ભૂમિકામાંથી રાજીનામું આપવું જોઈએ અને પાર્ટીનું નેતૃત્વ કરવાની
કોઈ અન્ય વ્યક્તિને તક આપવી જોઈએ. સિબ્બલે કહ્યું કે
2014ની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ થોડા પ્રસંગો સિવાય સતત ચૂંટણી હારી
છે. તેમણે કહ્યું કે
CWCએ પાર્ટીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત
કર્યો છે
. પરંતુ CWCની બહારના લોકો વિચારે છે અન્યથા ઘણા
લોકોએ પાર્ટી છોડી દીધી છે. એક અંગ્રેજી દૈનિકને આપેલા ઈન્ટરવ્યુમાં સિબ્બલે એમ પણ
કહ્યું કે
, '... મને સબકી કોંગ્રેસ જોઈએ છે. કેટલાક
લોકો ઘરની કોંગ્રેસ ઈચ્છે છે. 
એ વાત જાણીતી છે કે પાર્ટીની અંદર સુધારા લાવવા માટે સોનિયા ગાંધીને
લખેલા પત્રમાં સિબ્બલ પણ સહી કરનારાઓમાંના એક છે
. પરંતુ તે જ જૂથના ગુલામ નબી આઝાદ અને
આનંદ શર્માએ
CWCની બેઠકમાં નેતૃત્વ પરિવર્તનનો મુદ્દો
ઉઠાવ્યો ન હતો. મીટિંગમાં
સોનિયા, રાહુલ અને પ્રિયંકાએ નેતૃત્વ છોડી દેવાની ઓફર કરી હતી,
પરંતુ CWC દ્વારા તેને ઠુકરાવી દેવામાં આવી હતી.


મંગળવારે કોંગ્રેસના કેટલાક નેતાઓએ સિબ્બલ પર ગાંધી પરિવાર વિરુદ્ધ
કરેલી ટિપ્પણી પર નિશાન સાધ્યું હતું. લોકસભામાં કોંગ્રેસના વ્હીપ મણિકમ ટાગોરે
ટ્વીટ કર્યું
, "શા માટે આરએસએસ અને ભાજપ નેહરુ-ગાંધી
નેતૃત્વથી અલગ થવા માંગે છે
? કારણ કે ગાંધી પરિવારના નેતૃત્વ વિના
કોંગ્રેસ જનતા પાર્ટી બની જશે. આ રીતે કોંગ્રેસને ખતમ કરવી સરળ બનશે અને પછી
આઈડિયા ઓફ ઈન્ડિયાનો નાશ કરવો આસાન થઈ જશે. કપિલ સિબ્બલ આ જાણે છે
પણ તેઓ આરએસએસ/ભાજપની ભાષા કેમ બોલી
રહ્યા છે 
?

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું, "કપિલ સિબ્બલ, ડૉ. હર્ષવર્ધન (ભાજપ નેતા)એ તમને
ચાંદની ચોક છોડવાનું કહ્યું નથી. તેણે તમને હરાવ્યા. જેઓ કોંગ્રેસનું નેતૃત્વ કરવા
માગે છે તેઓ વર્તમાન નેતૃત્વ સામે રોજેરોજ બોલવાને બદલે પક્ષ પ્રમુખ પદ માટે
ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે. પાર્ટીના અન્ય પ્રવક્તા રાગિણી નાયકે કહ્યું
,
ગાંધી પરિવાર કોંગ્રેસનું જીવન રક્ત છે. ગાંધી
પરિવારે તેમના સંઘર્ષ અને લોહી અને પરસેવાથી અને નૈતિક મૂલ્યો વડે આ દેશનું
નિર્માણ કર્યું છે.ગાંધી પરિવારના નેતૃત્વમાં કોંગ્રેસના દરેક કાર્યકર પોતાને
મજબૂત માને છે.

Tags :
AshokGehlotCongressGandhiFamilyGujaratFirstkapilsibbalpriyankagandhirahulgandhiSoniaGandhi
Next Article