Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાર્ટીમાં કપિલ શર્મા અચાનક રોમેન્ટિક થઈ ગયો, પાપારાઝીની સામે પત્નીને કરી કિસ

કોમેડી કિંગ કપિલ શર્મા તેની પત્ની ગિન્ની ચતરથ સાથે કૃષ્ણ કુમારની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતા. દિવાળીમાં આ કપલે પોતાની ખાસ સ્ટાઈલથી ચાહકોના દિલ જીતી લીધા હતા. કપિલનો તેની પત્ની સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની કપિલ શર્મા અને તેની પત્ની ગિન્નીઆજે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથà«
પાર્ટીમાં કપિલ શર્મા અચાનક રોમેન્ટિક થઈ ગયો  પાપારાઝીની સામે પત્નીને કરી કિસ
કોમેડી કિંગ કપિલ શર્મા તેની પત્ની ગિન્ની ચતરથ સાથે કૃષ્ણ કુમારની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતા. દિવાળીમાં આ કપલે પોતાની ખાસ સ્ટાઈલથી ચાહકોના દિલ જીતી લીધા હતા. કપિલનો તેની પત્ની સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની
આજે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. બી-ટાઉનમાં દિવાળીના તહેવારની 2 વર્ષ બાદ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. દિવાળીની પાર્ટીઓમાં સેલેબ્સ પોતાના જલવા બતાવી રહ્યા છે. કોમેડિયન કપિલ શર્મા તેની પત્ની ગિન્ની ચતરથ સાથે દિવાળી પાર્ટીમાં જોવા મળ્યો હતો  પોતાના અનોખા અંદાજથી કપિલે લાઇમલાઇટ લીધી હતી.
દિવાળીની પાર્ટીમાં કપિલ રોમેન્ટિક થઈ ગયો
કોમેડી કિંગ કપિલ શર્મા પત્ની ગિન્ની ચતરથ સાથે કૃષ્ણ કુમારની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતા. દિવાળીમાં આ કપલે પોતાની ખાસ સ્ટાઈલથી ચાહકોના દિલ જીતી લીધા હતા. કપિલનો તેની પત્ની સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કપિલ શર્મા અને તેની પત્ની ગિન્નીએ પહેલા પાપારાઝીને સ્માઈલ આપીને શાનદાર પોઝ આપ્યા હતા. પરંતુ ફોટો ક્લિક કર્યા બાદ કપિલ તેની પત્ની ગિન્નીને પ્રેમથી કિસ કરી. કપિલે પાપારાઝીની સામે જાહેરમાં કિસ કરી ત્યારે ગિન્ની આશ્ચર્યચકિત થઈ ગઈ અને તે ફરીથી શરમાવા લાગી.
પાપારાઝીએ કહ્યું - 'વન્સ મોર'
પાપારાઝીએ પણ આ મૂવમેન્ટ પર 'વન્સ મોર'  કહી ચીયર કરવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં કપિલ પોતે શરમાયો અને પછી હસતો હસતો પાર્ટીમાં ગયો હતો. પત્ની સાથે કપિલની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. કપિલ અને ગિન્નીનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.
કપિલ પત્ની સાથે હોટ લૂકમાં
દિવાળીની પાર્ટીમાં કપિલ અને ગિન્ની ક્રીમ કલરના આઉટફિટ્સમાં ટ્વિન કરતા જોવા મળ્યા હતા. ગિન્નીએ ક્રીમ રંગનો સિલ્ક સૂટ પહેર્યો હતો, જેને તેણે રંગીન દુપટ્ટો કેરી કર્યો હતો. બીજી તરફ કપિલ ક્રીમ કલરના કુર્તા-પાયજામામાં એકદમ હેન્ડસમ લાગતો હતો.

યુઝરે લખ્યું - પરફેક્ટ કપલ
કપિલ શર્માના આ વિડિયો પર ફેન્સ પણ તેમની  આ ખાસ મૂવમેન્ટને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. એક યુઝરે કટાક્ષ કરીને લખ્યું- શર્માજી શરમાળ. કેટલાક લોકો કપિલ અને ગિન્નીની પ્રેમભરી પળોને ક્યૂટ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું - પરફેક્ટ કપલ. અન્ય યુઝરે લખ્યું- Awww cute. કપિલ શર્મા તેના ફેન્સનો ફેવરિટ છે. કપિલને હંમેશા ચાહકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે, હવે કપિલના આ વિડીયો પર પણ ચાહકોના દિલ છવાઈ ગયા છે. 
Kapil Sharma suddenly got romantic at the party, kissing his wife in front of the paparazzi
Advertisement
Tags :
Advertisement

.