Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખોટી પ્લાસ્ટિક સર્જરીને કારણે કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીષનો ચહેરો બગડ્યો, ઘર બહાર તાળું માર્યું

ફિલ્મી દુનિયાના સ્ટાર્સ માટે તેમનો ચહેરો જ તેમની સૌથી મોટી ઓળખ છે. મોડેલિંગની દુનિયામાં સુંદરતા જ સર્વસ્વ છે. ઘણી વાર વધુ સારા દેખાવની લ્હાયમાં ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલા લોકો સર્જરીનો સહારો લે છે. જે કે ઘણીવાર આ પ્લાસ્ટિક સર્જરીને કારણે ઘણી વખત સ્ટાર્સને મોટું નુકસાન થયું છે. તાજેતરમાં જ કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીશ સાખ પણ આવું જ બન્યું છે, સર્જરી બાદ તે ઓળખાઇ પણ નથી રહી. સેલે
ખોટી પ્લાસ્ટિક સર્જરીને કારણે કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીષનો ચહેરો બગડ્યો  ઘર બહાર તાળું માર્યું
ફિલ્મી દુનિયાના સ્ટાર્સ માટે તેમનો ચહેરો જ તેમની સૌથી મોટી ઓળખ છે. મોડેલિંગની દુનિયામાં સુંદરતા જ સર્વસ્વ છે. ઘણી વાર વધુ સારા દેખાવની લ્હાયમાં ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલા લોકો સર્જરીનો સહારો લે છે. જે કે ઘણીવાર આ પ્લાસ્ટિક સર્જરીને કારણે ઘણી વખત સ્ટાર્સને મોટું નુકસાન થયું છે. તાજેતરમાં જ કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીશ સાખ પણ આવું જ બન્યું છે, સર્જરી બાદ તે ઓળખાઇ પણ નથી રહી. 
સેલેબ્સ માટે, તેમનો ચહેરો જ બધું છે, સ્ટાર્સ પ્લાસ્ટિક અથવા સામાન્ય સર્જરી કરાવતા પહેલા દસ વાર વિચારે છે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે સ્ટાર્સને ખોટી સર્જરીનો ભોગ બનવું પડ્યું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીશનો ચહેરો આવી જ કોઇ સર્જરીના બગડી ગયો છે. હા, અભિનેત્રીએ રૂટ કેનાલ સર્જરી કરાવી હતી, જેની ખોટી સારવારને કારણે તેનો ચહેરો પણ ઓળખી શકતો નથી. હાલમાં અભિનેત્રીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેના ચહેરાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે તે જોઈને જ ખબર પડે છે. 

અભિનેત્રીનો ચહેરો બગડી ગયો
સ્વાતિ સતીશની વાયરલ તસવીરોમાં તેનો ચહેરો ખૂબ જ સૂજી ગયેલો દેખાય છે. તેના હોઠથી તેના ગાલ સુધી ભારે સોજો છે. હવે તેમને ઓળખવું પણ મુશ્કેલ બની રહ્યું છે. અહેવાલો અનુસાર, અભિનેત્રીએ તાજેતરમાં જ બેંગ્લોરમાં રૂટ કેનાલ સર્જરી કરાવી હતી, જેના પછી તરત જ તેના ચહેરા પર સોજો આવી ગયો હતો. સ્વાતિ હવે બેંગલુરુની અન્ય હોસ્પિટલમાં દુખાવા તથા સોજાની સારવાર કરાવી રહી છે. ઉલ્લેખનીય છે કે સ્વાતિ સતીશ 'FIR', '6 ટુ 6' જેવી ફિલ્મને કારણે જાણીતી છે. સ્વાતિએ ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યું છે.
ઘરની બહાર તાળું મારી દીધું
જ્યારે સ્વાતિ સતીષે ડૉક્ટરને આ વિશે જણાવ્યું તો તેમણે ખાતરી આપી કે બે-ત્રણ દિવસમાં બધું બરાબર થઈ જશે અને કોઈ સોજો નહીં આવે. પરંતુ સર્જરીના ત્રણ અઠવાડિયા પછી પણ અભિનેત્રીની સ્થિતિમાં સુધારો થયો નથી. તેનો ચહેરો સંપૂર્ણપણે બગડી ગયો છે અને આ કારણે તેણે ઘર છોડવાનું બંધ કરી દીધું છે. અભિનેત્રીએ આ સ્થિતિનું કારણ ડોક્ટરને આપ્યું છે અને કહ્યું છે કે સારવાર દરમિયાન તેને એનેસ્થેસિયાના બદલે સેલિસિલિક એસિડ આપવામાં આવ્યું હતું. જ્યારે સ્વાતિને આ વાતની જાણ થઈ તો તે હોસ્પિટલમાં ગઈ અને ત્યાંના ડોક્ટરને ઠપકો પણ આપ્યો. તમને જણાવી દઈએ કે, ગત મહિને ખોટી સર્જરીના કારણે અભિનેત્રી ચેતના રાજનું નિધન થયું હતું.
 
Advertisement
Tags :
Advertisement

.