Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બે વર્ષ બાદ ફરીએકવાર ઉજવાશે કાંકરિયા કાર્નિવલ ,જાણો આ વખતે કાર્નિવલમાં શું- શું હશે આકર્ષણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે વર્ષ બાદ લોકોને એન્ટરટેઇનમેન્ટ  માટે ફરી એક વાર કાંકરિયા લેક ખાતે કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બર થી લઇને 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું છે..મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલ નો શુભ આરંભ કરવામાં આવશે..2008 થી કાંકરિયા લેક ખાતે કાર્નિવલની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે...આ વર્ષે કયા દિવ
બે વર્ષ બાદ ફરીએકવાર ઉજવાશે કાંકરિયા કાર્નિવલ  જાણો આ વખતે કાર્નિવલમાં શું  શું હશે આકર્ષણ
Advertisement
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે વર્ષ બાદ લોકોને એન્ટરટેઇનમેન્ટ  માટે ફરી એક વાર કાંકરિયા લેક ખાતે કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બર થી લઇને 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું છે..મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલ નો શુભ આરંભ કરવામાં આવશે..2008 થી કાંકરિયા લેક ખાતે કાર્નિવલની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે...
આ વર્ષે કયા દિવસે કયા કલાકાર આવશે તેના પર નજર કરીએ 
26-12 ભૌમિક શાહ (બોલિવુડ સિંગર) 
27-12 જીગ્નેશ બારોટ અને કાજલ મહેરિયા (લોકગાયક )
28-12 સાંઈરામ દવે (ગુજરાતી કલાકાર) 
29-12 વિજય સુંવાળા (લોકગાયક) 
30-12 આદિત્ય ગઢવી (સિંગર) 
આ વર્ષે કાર્નિવલમાં ખાસ શું હશે તેના પર નજર કરીએ
બાળકોને સાહસિક બનાવતી પ્રવૃતિઓ 
ફિટનેસને ધ્યાનમાં રાખતા વિવિધ કાર્યક્રમો 
ડાન્સ કોમ્પિટિશન 
સમૂહ તબલા વાદન 
મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ શૉ 
ગુજરાત પોલીસ દ્વારા ડોગ શૉ એન્ડ હોર્સ શૉ 
સ્કેટિંગના રંગ 
ગાયન સ્પર્ધા 
કાંકરિયા માં બાળકો માટે આ વર્ષે પ્રથમ વખત ટાયર ટર્નલ, મન્કીબ્રિજ , ટાયરબ્રિજ એક્ટિવિટી, સર્કલ ટાયર જમ્પ જેવી અનોખી પ્રવુતિઓ લોકો નું આકર્ષણ રહેશે..સાથેજ ડિઝ્નીના તમામ કેરેક્ટર પણ લોકો ને મનોરંજન પૂરું પાડશે..કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખશે..તમામ જગ્યાઓ પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે ..આ વર્ષે પ્રથમ વખત ફટાકડાની આતશબાજી નહીં થાય મોરબી માં બનેલી ઘટના ના પગલે આતશબાજી કરવામાં નહીં આવે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×