Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કનિકા કપૂરના લગ્ન કરી રહી છે, હલ્દી સેરેમનીમાં ડાન્સ કરતો વિડિયો આવ્યો સામે

કનિકા કપૂર બોલિવૂડની લોકપ્રિય ગાયિકા છે. છેલ્લા કેટલાક દિવસોથી તે પોતાના અંગત જીવનને લઈને ઘણી ચર્ચામાં છે. કનિકા હવે બોયફ્રેન્ડ અને NRI બિઝનેસમેન ગૌતમ સાથે 20 મેના રોજ લગ્ન કરી રહી છે. બોલિવૂડ સિંગર કનિકા કપૂર પોતાના જીવનની ખાસ ક્ષણોનો આનંદ માણી રહી છે. 20 મેના રોજ તે તેના બોયફ્રેન્ડ ગૌતમ સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન પહેલા કનિકાના ઘરમાં ફંક્શન શરૂ થઈ ગયા છે. બંનેના પ્રી-વેડિંગ ફંક્શàª
08:41 AM May 19, 2022 IST | Vipul Pandya
કનિકા કપૂર બોલિવૂડની લોકપ્રિય ગાયિકા છે. છેલ્લા કેટલાક દિવસોથી તે પોતાના અંગત જીવનને લઈને ઘણી ચર્ચામાં છે. કનિકા હવે બોયફ્રેન્ડ અને NRI બિઝનેસમેન ગૌતમ સાથે 20 મેના રોજ લગ્ન કરી રહી છે. 
બોલિવૂડ સિંગર કનિકા કપૂર પોતાના જીવનની ખાસ ક્ષણોનો આનંદ માણી રહી છે. 20 મેના રોજ તે તેના બોયફ્રેન્ડ ગૌતમ સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન પહેલા કનિકાના ઘરમાં ફંક્શન શરૂ થઈ ગયા છે. બંનેના પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક ફોટોમાં કનિકા કપૂર ગૌતમ અને પરિવાર અને નજીકના મિત્રો સાથે જોવા મળે છે અને દરેક મસ્તી કરતા જોવા મળે છે. ગૌતમ અને કનિકાએ એક જ રંગનું ડ્રેસીંગ કર્યું પ છે.કનિકાએ લાઇટ ગોલ્ડન કલરનો સૂટ પહેર્યો છે, તો ગૌતમે પણ આ જ રંગનો કુર્તો પહેર્યો છે. 
આ સાથે જ બંનેની હળદર સેરેમનીના વિડીયો પણ સામે આવ્યા છે. વેડિંગ ફંક્શનમાં ડાન્સ કરતી કનિકાનો વીડિયો પણ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કનિકાએ તેના મિત્રો સાથે બેચલર પાર્ટી પણ કરી હતી. તે દરમિયાન કનિકાએ બ્લેક આઉટફિટ પહેર્યો હતો અને તેણે તાજ પણ પહેર્યો હતો. તે જ સમયે, કનિકાએ એક શૅશ પણ પહેરી હતી જેમાં લખ્યું હતું કે બ્રાઇડ ટુ બી. રિપોર્ટ્સનું માનીએ તો કનિકા અને ગૌતમ એક વર્ષથી રિલેશનશિપમાં હતા અને હવે બંનેએ પોતાના રિલેશનશિપને ઓફિશિયલ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે કનિકા અને ગૌતમ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ બાદ પતિ-પત્ની બનવા જઈ રહ્યાં છે.
જણાવી દઈએ કે કનિકાના ભાવિ પતિ ગૌતમ એનઆરઆઈ બિઝનેસમેન છે અને કનિકાના આ બીજા લગ્ન છે. અગાઉ કનિકાએ રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા અને તે એનઆરઆઈ બિઝનેસમેન હતો. બંનેને 3 બાળકો  થયાં હતા, પરંતુ તેમના લગ્ન ટક્યા નહીં  વર્ષ 2012માં કનિકા અને રાજના છૂટાછેડા થઈ ગયા. ત્યારથી, કનિકા સિંગલ મધર તરીકે  તેના બાળકોની સંભાળ રાખે છે. આ સાથે તે પોતાની પ્રોફેશનલ લાઈફને પણ સારી રીતે મેનેજ કરે છે. દરમિયાન તેમના જીવનમાં ગૌતમ આવ્યો અને બંનેએ સાથે  જીવવાનું  નક્કી કર્યું. હવે બંને લંડનમાં લગ્ન કરી રહ્યા છે.
Tags :
GujaratFirstKANIKAKAPOORKANIKAKAPOORREMARRIGESinger
Next Article