Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદ્ધવના રાજીનામા બાદ કંગનાની પ્રતિક્રિયા, જ્યારે પાપ વધે છે.....

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ દરેક જગ્યાએ ચર્ચાનો માહોલ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના  રાજીનામા પર દરેક વ્યક્તિ પોતપોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. તેમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પણ પાછળ નથી.   કંગનાએ ઉદ્ધવ ઠાકરેની મજાક લેતા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાની આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. કંગના રનૌતે તેના ઓફિશિયલ àª
ઉદ્ધવના રાજીનામા બાદ કંગનાની પ્રતિક્રિયા  જ્યારે પાપ વધે છે
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ દરેક જગ્યાએ ચર્ચાનો માહોલ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના  રાજીનામા પર દરેક વ્યક્તિ પોતપોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. તેમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પણ પાછળ નથી.   કંગનાએ ઉદ્ધવ ઠાકરેની મજાક લેતા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાની આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
 કંગના રનૌતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કંગના સ્પષ્ટપણે ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવી રહી છે. કંગના આ વીડિયોમાં કહે છે કે 1975 પછીથી આ સમય ભારતના લોકતંત્રનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. 1975માં લોકનેતા જેપી નારાયણના પડકારથી સિંહાસન છોડો કે પ્રજા આવે છે, અને સિંહાસન પડી ગયું. 2020માં મેં કહ્યું હતું કે લોકશાહી એક માન્યતા છે અને જે સત્તાના ઘમંડમાં આ માન્યતાને તોડે છે, તેનું અભિમાન તૂટવાનું નિશ્ચિત છે. બીજી તરફ હનુમાનજીને શિવનો 12મો અવતાર માનવામાં આવે છે અને જ્યારે શિવસેના હનુમાન ચાલીસા પર પ્રતિબંધ મૂકે છે ત્યારે શિવ પણ તેમને બચાવી શકતા નથી.
એટલું જ નહીં, કંગના રનૌતે આ વીડિયો પર એક કેપ્શન આપ્યું છે અને લખ્યું છે કે જ્યારે પાપ વધે છે, ત્યારે વિનાશ થાય છે અને તેના પછી સર્જન થાય છે. કંગનાના આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. જે અંતર્ગત એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું છે કે તમે સાચા છો મેમ. અન્ય એક યુઝરે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ જે કર્યું તેનું પેમેન્ટ મળ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.