ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કમલા હેરિસે ભારતની દિવાળીને યાદ કરી, વ્હાઇટ હાઉસમાં દાદા-દાદીનો પણ ઉલ્લેખ કર્યો

અમેરિકાના ભારતીય મૂળના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને ચેન્નાઈમાં તેમની બાળપણની જૂની યાદો તાજી કરતા દિવાળીની ઉજવણી યાદ આવી છે. દિવાળીના અવસર પર વ્હાઇટ હાઉસમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે ભારત સાથે જોડાયેલી યાદો શેર કરી હતી. યુ.એસમાં ભારતીય મૂળના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે ભારતની દિવાળીને યાદ કરી, વ્હાઇટ હાઉસમાં દાદા-દાદીનો પણ ઉલ્લેખ કર્યોઅમેરિકાના ભારતીય મૂળના વાઇસ પ્રà
12:30 PM Oct 25, 2022 IST | Vipul Pandya
અમેરિકાના ભારતીય મૂળના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને ચેન્નાઈમાં તેમની બાળપણની જૂની યાદો તાજી કરતા દિવાળીની ઉજવણી યાદ આવી છે. દિવાળીના અવસર પર વ્હાઇટ હાઉસમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે ભારત સાથે જોડાયેલી યાદો શેર કરી હતી. યુ.એસમાં ભારતીય મૂળના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે ભારતની દિવાળીને યાદ કરી, વ્હાઇટ હાઉસમાં દાદા-દાદીનો પણ ઉલ્લેખ કર્યો
અમેરિકાના ભારતીય મૂળના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને ચેન્નાઈમાં તેમની દિવાળીની ઉજવણી યાદ આવી છે. દિવાળીના અવસરે વ્હાઇટ હાઉસમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેણે ભારત સાથે જોડાયેલી પોતાની યાદો વાગોળી હતી. હેરિસે કહ્યું કે હું આજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે હું તમારી સમક્ષ ઊભી છું. આ પદ સુધી પહોંચવામાં સમર્પણ, નિશ્ચય અને હિંમતનો તમામ શ્રેય મારી ભારતીય-અમેરિકન માતાને જાય છે. હેરિસ ભારતના પ્રથમ ભારતીય-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ છે. 
તેણીએ બાળપણમાં ચેન્નાઈની તેણીની મુલાકાતોને યાદ કરી, જ્યારે તેમણે પોતાના દાદા-દાદી સાથે દિવાળીની ઉજવણી કરી હતી. હેરિસે કહ્યું, 'મારી પાસે બાળપણમાં દિવાળીની ઘણી ગમતી યાદો છે. તમારામાંના ઘણાની જેમ અમે પણ દર બીજા વર્ષે ભારત જતા અને દિવાળી ઉજવતા.' તેમણે કહ્યું, 'સાંજે મારી માતા અમને સ્પાર્કલર્સ આપતી હતી અને અમે આ ખૂબ જ ખાસ પ્રસંગની ઉજવણી કરવા માટે શેરીઓમાં જતા હતા.' હેરિસે કહ્યું કે મારી માતા 19 વર્ષની ઉંમરે અભ્યાસ માટે અમેરિકા આવ્યા હતા. તેણે કહ્યું, 'તે પોતાની જાતે અહીં આવી હતી. તેનું લક્ષ્ય સ્તન કેન્સર સંશોધક બનવાનું હતું. અને આપણા દેશમાં, આ દેશમાં, તેમણે  પોતાની કારકિર્દી બનાવી. અહીં તેમણે પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરી, તેમણે પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો સાથે જ મને અને મારી બહેન બંન્નેને સારી રીતે ઉછેર્યા.
દિવાળી અંગે તેમણે કહ્યું કે આ તહેવાર લોકોને પોતાના અને એકબીજા વિશે સારી બાબતો જાણવાની તક આપે છે. તેમણે કહ્યું, 'તે આપણને શાંતિ, ન્યાય, જ્ઞાન અને અંધકારમાં પ્રકાશ ફેલાવવા માટે લડવાનું પણ યાદ અપાવે છે. નોંધનીય છે કે દિવાળીના અવસર પર બ્રિટનથી પણ ભારતીય સમુદાય માટે સારા સમાચાર આવ્યા હતા. લગભગ બે સદીઓ સુધી ભારત પર શાસન કરનાર બ્રિટનના વડા પ્રધાન હવે ભારતીયવંશના ઋષિ સુનક હશે, જેઓ ભારતીય મૂળના નેતા છે. તેમના દાદા દાદી અને માતા-પિતા બ્રિટનમાં સ્થળાંતરિત થયા. તેઓ બ્રિટનમાં સ્થાયી થયેલા તેમના પરિવારની ત્રીજી પેઢીના સભ્ય છે.
Tags :
GujaratFirstjoebidenKamalaHarrisonUSAworld
Next Article