Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલિવુડમાંથી કાજોલ અને સાઉથમાંથી સુર્યા ઓસ્કર કમિટીના સભ્ય બનશે!

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં એકેડેમી એવોર્ડની રાહ જોવાઈ રહી છે. આવી સ્થિતિમાં હવે ભારતીય સિનેમા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કાજોલ, અભિનેતા સુર્યા અને ફિલ્મ નિર્માતા સુષ્મિત ભારતમાંથી ધ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા આ વર્ષે તેના સભ્ય બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યાં છે. આ યાદીમાં 397 લોકોમાં સામેલ છો. ઘોષ, રિન્ટુ થોમસ અને રીમા કાગતીના નામનો સમ
બોલિવુડમાંથી કાજોલ અને સાઉથમાંથી સુર્યા ઓસ્કર કમિટીના સભ્ય બનશે
ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં એકેડેમી એવોર્ડની રાહ જોવાઈ રહી છે. આવી સ્થિતિમાં હવે ભારતીય સિનેમા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કાજોલ, અભિનેતા સુર્યા અને ફિલ્મ નિર્માતા સુષ્મિત ભારતમાંથી ધ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા આ વર્ષે તેના સભ્ય બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યાં છે. આ યાદીમાં 397 લોકોમાં સામેલ છો. ઘોષ, રિન્ટુ થોમસ અને રીમા કાગતીના નામનો સમાવેશ થાય છે.
સિનેમાના પડદે ઉત્કૃષ્ટ યોગદાન
એકેડેમી દ્વારા મંગળવારે મોડી રાત્રે તેની વેબસાઇટ પર શેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, સૂચિમાં એવા કલાકારો અને નિર્માતા-નિર્દેશકોના નામ સામેલ છે જેમણે સિનેમાની દુનિયામાં પ્રશંસનીય યોગદાન આપ્યું છે. સભ્યપદની પસંદગી વ્યાવસાયિક લાયકાત પર આધારિત છે. એકેડેમીના નિવેદન અનુસાર, "2022માં જોડાવાનું આમંત્રણ આપવામાં આવેલ લોકોમાં 44 ટકા મહિલાઓ છે, 37 ટકા અન્ડરપ્રેઝેન્ટેડ સમુદાયોની છે, અને 50 ટકા યુનાઇટેડ સ્ટેટ્સની બહારના 53 દેશો અને પ્રદેશોમાંથી આવે છે." આ સભ્યો સામેલ છે. 

આ સેલેબ્સ પણ એકેડમીનો ભાગ છે
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાંથી, ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, વિદ્યા બાલન, આમિર ખાન, સલમાન ખાન અને અલી અફઝલ ઉપરાંત નિર્માતાઓ આદિત્ય ચોપરા, ગુનીત મોંગા, એકતા કપૂર અને શોભા કપૂર પહેલેથી જ ઓસ્કારના સભ્યો છે. એકેડેમી અનુસાર, આમંત્રિતોમાં 15 વિજેતાઓ સહિત 71 ઓસ્કાર નોમિની છે.  
ઓસ્કાર કમિટીના ઓફશીયલ એકાઉન્ટ પરની ટ્વિટ 
Advertisement

સેલેબ્સની કારકિર્દી
તમને જણાવી દઈએ કે કાજોલ ટૂંક સમયમાં સિને જગતમાં પોતાના ત્રણ દાયકા પૂર્ણ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તેના માટે આ તેના માટે ખાસ ક્ષણ છે. કાજોલની હિટ લિસ્ટમાં ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે જેમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કભી ખુશી કભી ગમ, માય નેમ ઈઝ ખાન, કુછ કુછ હોતા હૈ, બાઝીગર અને ઈશ્ક  જેવી ફિલ્મો સમાવિષ્ટ છે. બીજી તરફ જો અભિનેતા સુર્યાની વાત કરીએ તો તેના દમદાર અભિનય અને શ્રેષ્ઠ ફિલ્મોથી તેણે માત્ર દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી છે. 'સોરાઇ પોટુ' અને 'જય ભીમ'થી સૂર્યની વૈશ્વિક ખ્યાતિ વધી છે. આ સાથે સુષ્મિત અને રિન્ટુના પ્રોજેક્ટ 'રાઈટીંગ વિથ ફાયર'ને આ વર્ષના એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યો હતો.
Tags :
Advertisement

.