Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કૈલાસ વિજયવર્ગીયે નીતીશ કુમાર વિશે કરી આવી ટીપ્પણી

બિહારમાં (Bihar) નીતીશ કુમાર (Nitish Kumar) ભાજપ સાથે છેડો ફાડી મહાગઠબંધન સાથે હાથ મેળવી લેતા ભાજપના બેબાક્ નેતા કૈલાશ વિજયવર્ગીયે તેમના પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, બિહારની સરકાર બદલી ત્યારે હું વિદેશમાં હતો ત્યારે કોઈકે તેમને કહ્યું કે, આ તો એવું થઈ ગયું જેમ અમારે ત્યાં છોકરીઓ બોયફ્રેન્ડ બદલે છે. બિહારમમાં નીતીશ કુમારની પણ આ જ સ્થિતિ છે.ન્યૂઝ એજન્સી પ્રમાણે, ઈંદૌર પહોંચેલા કૈલાશ વ
04:25 PM Aug 18, 2022 IST | Vipul Pandya
બિહારમાં (Bihar) નીતીશ કુમાર (Nitish Kumar) ભાજપ સાથે છેડો ફાડી મહાગઠબંધન સાથે હાથ મેળવી લેતા ભાજપના બેબાક્ નેતા કૈલાશ વિજયવર્ગીયે તેમના પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, બિહારની સરકાર બદલી ત્યારે હું વિદેશમાં હતો ત્યારે કોઈકે તેમને કહ્યું કે, આ તો એવું થઈ ગયું જેમ અમારે ત્યાં છોકરીઓ બોયફ્રેન્ડ બદલે છે. બિહારમમાં નીતીશ કુમારની પણ આ જ સ્થિતિ છે.
ન્યૂઝ એજન્સી પ્રમાણે, ઈંદૌર પહોંચેલા કૈલાશ વિજયવર્ગીયે (Kailas Vijayvargiya) કહ્યું કે. હું વિદેશમાં હતો જે દિવસે બિહારની સરકાર બદલી તો એકે કહ્યું કે આ તો અમારે ત્યાં થાય છે છોકરીઓ બોયફ્રેન્ડ ગમે ત્યારે બદલી લે છે. બિહારના મુખ્યમંત્રીની પણ આવી સ્થિતિ છે ક્યારે કોની સાથે હાથ મેળવી લે, કોનો હાથ છોડી દે.
ઉલ્લેખનીય છે કે, બિહારમાં આઠમી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધાને નીતીશ કુમારને આઠ દિવસ જ વિત્યા છે. પરંતુ ભાજપના (BJP) નેતાઓનો નીતીશ કુમાર પર પ્રહાર શરૂ જ છે. નીતીશ કુમારે ભાજપનું ગઠબંધન છોડીને તેજસ્વી યાદવની રાજદ (RJD) અને કોંગ્રેસ (Congress) પાર્ટી સાથે બિહારમાં નવી સરકાર બનાવી લીધી છે. બીજી તરફ બિહારમાં ફરી એકવાર જંગલરાજના દાવા કરનારા પાર્ટીના નેતાઓમાંથી એક વિજયવર્ગીયે નીતીશ કુમાર પર મોટું નીવેદન આપતા રાજનીતિ ગમાઈ શકે છે.

Tags :
BiharPoliticsBJPGujaratFirstKailasVijayvargiyanitishkumar
Next Article
Home Shorts Stories Videos