Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે કબડ્ડી અને નેટબોલ ગેમ્સનો પ્રારંભ:જાણો સંપૂર્ણ કાર્યક્રમ

નેશનલ ગેમ્સ 2022(National Games 2022) માં એક દિવસના આરામ બાદ, 36મી નેશનલ ગેમ્સમાં સોમવારે અમદાવાદ ખાતે કબડ્ડી (Kabaddi)રમતની શરૂઆત થશે અને નેટબોલ(Netball)રમતની શરૂઆત ભાવનગર ખાતે થશે.આ બે રમતની શરૂઆત સાથે હવે નેશનલ ગેમ્સ વધુ જોર પકડશે તેવી સંભાવના છે.ગુજરાતે ટેબલ ટેનિસમાં શાનદાર શરૂઆત કરી હતી તેથી ગુજરાતના સ્પોર્ટ્સ ચાહકો વચ્ચે આ રમતો ને લઇ જબરદસ્ત ઉત્સાહ જોવા મળશે.બંને રમતમાં પુરૂષ અને મહિલા ટીમ ગુજરાતનà«
આજે કબડ્ડી અને નેટબોલ ગેમ્સનો  પ્રારંભ જાણો સંપૂર્ણ કાર્યક્રમ
નેશનલ ગેમ્સ 2022(National Games 2022) માં એક દિવસના આરામ બાદ, 36મી નેશનલ ગેમ્સમાં સોમવારે અમદાવાદ ખાતે કબડ્ડી (Kabaddi)રમતની શરૂઆત થશે અને નેટબોલ(Netball)રમતની શરૂઆત ભાવનગર ખાતે થશે.આ બે રમતની શરૂઆત સાથે હવે નેશનલ ગેમ્સ વધુ જોર પકડશે તેવી સંભાવના છે.ગુજરાતે ટેબલ ટેનિસમાં શાનદાર શરૂઆત કરી હતી તેથી ગુજરાતના સ્પોર્ટ્સ ચાહકો વચ્ચે આ રમતો ને લઇ જબરદસ્ત ઉત્સાહ જોવા મળશે.બંને રમતમાં પુરૂષ અને મહિલા ટીમ ગુજરાતનું નેતૃત્વ કરશે.કબડ્ડીની રમત અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાશે અને નેટબોલની રમત ભાવનગરના એમપીએચ, એસસીબી વેન્યુ 1 ખાતે રમાશે.
કબડ્ડીની રમત અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાશે 
યજમાન ગુજરાતની ટીમ કબડ્ડી(Kabaddi)ના ઝુંબેશની શરૂઆત કરશે,જેમાં પુરૂષ ટીમ બીજી ક્રમાંકિત ટીમ ગોવા અને ગુજરાતની મહિલા ટીમ બિહાર સામે સાંજે 5 વાગ્યે EKA,ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમશે.ગુજરાતની બંને ટીમ સાંજે 5 વાગ્યે જ પોતાની મેચ રમશે.સ્ટાર-સ્ટડેડ હરિયાણા અને ચંદીગઢની ટીમો અનુક્રમે ઉત્તર પ્રદેશ અને સર્વિસીસ સામે મેદાન પર ઉતરશે. હરિયાણા અને ચંદીગઢની ટીમો દર્શકોની ખાસ નજર રહેશે.ટોચની ક્રમાંકિત ટીમ મહારાષ્ટ્ર તામિલનાડુ સાથે ટકરાશે.લીગ કમ નોકઆઉટ ફોર્મેટમાં આઠ ટીમો સામેલ હશે.
હિમાચલ પ્રદેશ(Himachal Pradesh) જે મહિલા (Woman)વર્ગમાં ફેવરીટ માનવામાં આવે છે,પ્રાઇમ ટાઇમમાં મહારાષ્ટ્ર સામે ટકરાશે.આ બંને ટીમ વચ્ચેનો મુકાબલો રોમાંચક બનવાનો પૂરી સંભાવના છે.બે ગ્રુપમાં ટોચના બે ફિનિશર્સ સેમિફાઇનલમાં જશે,જે 30સપ્ટેમ્બરે રમાશે.ફાઇનલ 1 ઓક્ટોબરે રમાવાની છે.

નેટબોલની રમત ભાવનગર ખાતે રમાશે
ભાવનગર(Bhavnagar)માં યજમાન ગુજરાતની પુરૂષ ટીમ નેટબોલ (Netball)માં મુશ્કેલ પ્રથમ રાઉન્ડ મેચ રમવા મેદાન પર ઉતરશે.ગુજરાત સ્પર્ધાની શરૂઆતની મેચમાં વર્તમાન રાષ્ટ્રીય ચેમ્પિયન હરિયાણા સામે ટકરાશે. આ વર્ષની શરૂઆતમાં ભિવાનીમાં નેશનલ ચેમ્પિયનશિપમાં સેમિફાઇનલ રમનાર પુરૂષોની ટીમ પૂલ Aમાં પંજાબ અને મધ્યપ્રદેશ સામે ટકરાશે.રનર્સ-અપ અને ટોચ ક્રમાંકિત ટીમ તેલંગાણા દિલ્હી,કેરળ અને બિહાર સાથે પૂલ Bમાં છે.
મહિલા વિભાગમાં નેશનલ ચેમ્પિયન હરિયાણા (National Champion Haryana), બિહાર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણા પૂલ A માં છે, જ્યારે દિલ્હી, કર્ણાટક, પંજાબ અને યજમાન ગુજરાતને પૂલ B માં રાખવામાં આવ્યા છે. મહિલા સ્પર્ધાની શરૂઆતની મેચમાં હરિયાણાની મહિલાઓ બિહાર સામે ટકરાશે. ભાવનગર જિલ્લાના રમતગમત વિકાસ અધિકારી દિવ્યરાજસિંહ બારીયાએ જણાવ્યું હતું કે, શહેર નેટબોલ, વોલીબોલ અને બાસ્કેટબોલ સ્પર્ધાઓ યોજવા માટે ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે “નેટબોલ ટીમો ભાવનગર પહોંચી ગઈ છે અને અમે મેચો શરૂ કરવા માટે તૈયાર છીએ
Advertisement
Tags :
Advertisement

.