ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Justin Bieberને થઇ ગંભીર બીમારી, સિંગરે શેર કર્યો વિડીયો

હોલિવૂડના પોપ સિંગર જસ્ટિન બીબરના ફેન્સ માટે એક ખરાબ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.જેમાં  જસ્ટિન બીબરે પોતે જ સોશિયલ મીડિયા પર ચાહકોને આ સમાચારની માહિતી આપી છે.જસ્ટિનને રામસે હંટ સિન્ડ્રોમ  નામની દુર્લભ બીમારી છે, જેના કારણે તેનો અડધો ચહેરો લકવા ગ્રસ્ત થઈ ગયો છે. જસ્ટિને તેના આગામી તમામ શો  રદ કર્યા છે. હાલ તેઓ  સારવાર  લઈ  રહયા છે.છેલ્લા થોડા દિવસથી જસ્ટિન બીબરના શો કેન્સલ
07:30 AM Jun 11, 2022 IST | Vipul Pandya
હોલિવૂડના પોપ સિંગર જસ્ટિન બીબરના ફેન્સ માટે એક ખરાબ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.જેમાં  જસ્ટિન બીબરે પોતે જ સોશિયલ મીડિયા પર ચાહકોને આ સમાચારની માહિતી આપી છે.જસ્ટિનને રામસે હંટ સિન્ડ્રોમ  નામની દુર્લભ બીમારી છે, જેના કારણે તેનો અડધો ચહેરો લકવા ગ્રસ્ત થઈ ગયો છે. જસ્ટિને તેના આગામી તમામ શો  રદ કર્યા છે. હાલ તેઓ  સારવાર  લઈ  રહયા છે.
છેલ્લા થોડા દિવસથી જસ્ટિન બીબરના શો કેન્સલ થઈ રહ્યા છે અને તેનું કારણ એ જ છે કે તે પર્ફોર્મ કરવા માટે શારીરિક રીતે સક્ષમ નથી. જસ્ટિનના કહેવા પ્રમાણે આ ગંભીર બીમારી છે. જસ્ટિન હાલ આરામ કરવા માગે છે જેથી સંપૂર્ણપણે રિકવર થઈ જાય. જસ્ટિનના આ વિડીયોને અત્યાર સુધીમાં 18 લાખથી વધુ વ્યૂ મળ્યા છે. ફેન્સ અને સેલિબ્રિટીઝ જસ્ટિન જલ્દી સાજો થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઉપરાંત જસ્ટિને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું છે કે,  જેમ -જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેને જમવામાં પણ તકલીફ પડી રહી છે.

28 વર્ષીય જસ્ટિને હાલમાં જ Justin World Tourની જાહેરાત કરી હતી. પરંતુ થોડા સમય પહેલા જ તેને રદ્દ કરી દીધી. ત્રીજી વખત જસ્ટિનની ટૂર કેન્સલ થઈ છે. અગાઉ બેવાર કોરોનાના કારણે તેણે ટૂર કેન્સલ કરી હતી. જસ્ટિન પાંચ વર્ષ બાદ ભારત આવવાનો હતો. તે 18 ઓક્ટોબર 2022ના રોજ દિલ્હીમાં પર્ફોર્મ કરવાનો હતો. આ પહેલા  પણ તેને 2017માં તેણે મુંબઈમાં કોન્સર્ટ કર્યો હતો.
Tags :
GujaratFirstJustinBieberseriouslyillsharedvideoSinger
Next Article