જસ્ટિસ યુ.યુ.લલિત દેશના આગામી ચીફ જસ્ટિસ, વિદાય લેતા ચીફ જસ્ટિસે કરી ભલામણ
જસ્ટિસ યુ.યુ. લલિત દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ હશે. ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ તેમના અનુગામી તરીકે તેમના નામની ભલામણ કરી છે. જસ્ટિસ યુ.યુ. લલિત ભારતના 49માં મુખ્ય ન્યાયાધીશ હશે. એન.વી. રમન્ના આ મહિને નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારબાદ યુ.યુ. લલિત સુપ્રીમ કોર્ટના વડા તરીકે કાર્યભાર સંભાળશે. વરિષ્ઠતાના આદેશ અનુસાર જસ્ટિસ યુ.યુ. લલિત ચીફ જસ્ટિસ બનવાના દાવેદાર હતા. જસ્ટિસ યુ.યુ. લલિત ટ્રિપલ તલાàª
જસ્ટિસ યુ.યુ. લલિત દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ હશે. ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ તેમના અનુગામી તરીકે તેમના નામની ભલામણ કરી છે.
જસ્ટિસ યુ.યુ. લલિત ભારતના 49માં મુખ્ય ન્યાયાધીશ હશે. એન.વી. રમન્ના આ મહિને નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારબાદ યુ.યુ. લલિત સુપ્રીમ કોર્ટના વડા તરીકે કાર્યભાર સંભાળશે. વરિષ્ઠતાના આદેશ અનુસાર જસ્ટિસ યુ.યુ. લલિત ચીફ જસ્ટિસ બનવાના દાવેદાર હતા. જસ્ટિસ યુ.યુ. લલિત ટ્રિપલ તલાક જેવા મહત્વના નિર્ણયો આપનારી બેંચનો એક ભાગ છે જેણે દેશની સામાજિક વ્યવસ્થા પર મોટી અસર કરી છે.
જસ્ટિસ લલિત દેશના બીજા CJI હશે, જે બાર કાઉન્સિલમાંથી જજ બન્યા અને પછી તેમને ચીફ જસ્ટિસ બનવાની તક મળી. આ પહેલા માર્ચ 1964માં આવું થયું હતું, ત્યારબાદ જસ્ટિસ એસએમ સીકરીને બાર કાઉન્સિલમાંથી જજ બનવાનો મોકો મળ્યો અને પછી તેઓ CJI પણ બન્યા. જસ્ટિસ એસ.એમ સિકરી જાન્યુઆરી 1971માં દેશના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.
જસ્ટિસ એન.વી રમન્ના 26 ઓગસ્ટે તેમના પદ પરથી નિવૃત્ત થશે. જસ્ટિસ યુ.યુ લલિત બીજા દિવસે કાર્યભાર સંભાળશે. જસ્ટિસ લલિત દેશના જાણીતા વકીલોમાંના એક છે અને 13 ઓગસ્ટ, 2014ના રોજ તેમની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારથી, તેઓ સુપ્રીમ કોર્ટના ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોનો ભાગ રહ્યા છે. તેમણે કેરળના પદ્મનાભ સ્વામી મંદિરની જાળવણી સંબંધિત મામલામાં પણ ચુકાદો સંભળાવ્યો હતો. આટલું જ નહીં, જસ્ટિસ યુ.યુ. લલિત એ બેંચના સભ્ય પણ હતા જેણે POCSO એક્ટને લઈને મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. આ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ ખોટા ઈરાદાથી બાળકના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરશે તો તેને પણ POCSO એક્ટની કલમ 7 હેઠળ જાતીય સતામણી તરીકે ગણવામાં આવશે.
9 નવેમ્બર, 1957ના રોજ જન્મેલા જસ્ટિસ યુ.યુ લલિતે જૂન 1983માં એડવોકેટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 1985 સુધી બોમ્બે હાઈકોર્ટના વકીલ હતા. આ પછી, 1986માં દિલ્હી આવ્યા અને એપ્રિલ 2004માં તેમણે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. તેમને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં CBIનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. જસ્ટિસ યુ.યુ લલિતનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ ઘણો નાનો હશે અને તેઓ 8 નવેમ્બર, 2022ના રોજ નિવૃત્ત થશે.
Advertisement