Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માઈગ્રેનના દુખાવામાં ફક્ત આ ટીપાં નાખવાથી મટે છે માથાનો તીવ્ર દુખાવો

માઈગ્રેન જેને આધાશીશી પણ કહેવામાં આવે છે. આ એક ખૂબ જ જૂનો અને જાણીતો રોગ છે. જેમાં વારંવાર અથવા તો અવારનવાર માથામાં અસહ્ય દુખાવો થયા કરે છે.માઈગ્રેન થવાના કારણોવાત-પિત્તકફઉજાગરોઉપવાસવધુ પડતી ઊંઘથીમાનસિક તાણ / ચિંતામેનોપોઝ / માસિક દરમિયાનનિયમિત રોજિંદી ક્રિયાઓના સમયમાં ફેરફારપ્રવાસ વગેરે માઈગ્રેનનાં લક્ષણોમાથાનો આ દુઃખાવો મોટાભાગે, અડધા માથામાં (જમણી અથવા ડાબી બાજુ) થતો હોà
02:21 PM Sep 01, 2022 IST | Vipul Pandya
માઈગ્રેન જેને આધાશીશી પણ કહેવામાં આવે છે. આ એક ખૂબ જ જૂનો અને જાણીતો રોગ છે. જેમાં વારંવાર અથવા તો અવારનવાર માથામાં અસહ્ય દુખાવો થયા કરે છે.
માઈગ્રેન થવાના કારણો
  • વાત-પિત્ત
  • કફ
  • ઉજાગરો
  • ઉપવાસ
  • વધુ પડતી ઊંઘથી
  • માનસિક તાણ / ચિંતા
  • મેનોપોઝ / માસિક દરમિયાન
  • નિયમિત રોજિંદી ક્રિયાઓના સમયમાં ફેરફાર
  • પ્રવાસ વગેરે 

માઈગ્રેનનાં લક્ષણો

  • માથાનો આ દુઃખાવો મોટાભાગે, અડધા માથામાં (જમણી અથવા ડાબી બાજુ) થતો હોવાથી આધાશીર કહેવાય છે. પણ બંને બાજુ પણ થઈ શકે છે. એક તરફથી આંખ / કપાળના ભાગે પણ થઈ શકે છે.
  • સબાકા / સણકા / લબકારા થાય.
  • પ્રકાશ અને અવાજ સહન ન થાય.
  • દુખાવો 4 થી 72 કલાક સુધી રહી શકે.
  • ઘણીવાર ઊબકા/ઊલ્ટી થાય. ઊલટી થવાથી ઘણા દર્દીને દુઃખાવામાં રાહત થાય છે.
  • આંખ સામે ઝબકારા કે અંધારા આવી શકે.
  • યાદશક્તિ અને એકાગ્રતાને અસર કરે છે
આવો જાણીએ કે આ બીમારીથી રાહત મેળવવા શું કરવું જોઈએ?
ત્રિફળા
  • ત્રિફળા, આમળાં, બિભીતકી અને હરીતકીનું મિશ્રણ જે ફેફસાં સાફ કરવામાં અને શ્વાસ લેવામાં મદદ કરે છે.
  • શ્વાસનળીમાં સુધારો લાવવા માટે, એલર્જી અને માઈગ્રેન મટાડવા  ત્રિફળાને પાણીમાં ભેળવીને રોજ સવારે સેવન કરવું જોઈએ.

દૂધ અને ઘી
  • એક ગ્લાસ દૂધમાં 1 ચમચી ઘી મિક્સ કરીને પીવાથી માઈગ્રેનના દુખાવામાંથી રાહત મળે છે.
  • દૂધ અને ઘી બંનેમાં કેલ્શિયમ, વિટામિન, હેલ્ધી ફેટ અને પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે કંત્રિકાઓને ઉત્તેજિત કરી માઈગ્રેનના દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.

અશ્વગંધા
  • અશ્વગંધાના ટીપાં ધીમે-ધીમે નાકમાં નાખવાથી શ્વસન માર્ગને સાફ કરવામાં મદદ કરે છે. જેથી માઈગ્રેનના દુખાવામાંથી રાહત મળે છે.
  • સવારે ખાલી પેટ આ રીતે કરવાથી વધુ ફાયદો મળે છે.
બ્રાહ્મી
  • તણાવ, અવસાદ અને ચિંતા ઓછી કરવામાં બ્રાહ્મી ખૂબ મદદ કરે છે. તેમજ માઈગ્રેનનો દુખાવો મટાડવામાં ખૂબ ફાયદાકારક છે.
  • બ્રાહ્મીમાં ઘી મિક્સ કરીને નાકમાં લગાવવાથી શ્વસનતંત્રને સાફ કરે છે. જેનાથી માઈગ્રેનના તીવ્ર દુખાવામાંથી પણ રાહત મળે છે.   
Tags :
GujaratFirstHealthCareHealthTipsMigraineTips
Next Article