Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ 12 જ્યોતિર્લિંગના દર્શન માત્રથી પાપમાંથી મળે છે મુક્તિ, જાણી લો તમે પણ

કહેવાય છે કે જ્યોતિર્લિંગના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિને તેના બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને દૈહિક દૈવિક તથા ભૌતિક પાપો નષ્ટ થઈ જાય છે. પુરાણો અનુસાર શિવજી જ્યાં-જ્યાં ખુદ પ્રગટ થયા તે બાર જગ્યાઓ પર સ્થિત શિવલિંગોને જ્યોતિર્લિંગોના રૂપમાં પૂજાય છે. એવી માન્યતા છે કે આ જગ્યાઓ પર ભગવાન શિવ પોતે વિરાજમાન છે અને આ જગ્યાના દર્શનથી પાપમાંથી મુક્તિ મળે છે. અમે ભગવાન શિવના એવા જ Â
આ 12 જ્યોતિર્લિંગના દર્શન માત્રથી પાપમાંથી મળે છે મુક્તિ  જાણી લો તમે પણ
કહેવાય છે કે જ્યોતિર્લિંગના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિને તેના બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને દૈહિક દૈવિક તથા ભૌતિક પાપો નષ્ટ થઈ જાય છે. પુરાણો અનુસાર શિવજી જ્યાં-જ્યાં ખુદ પ્રગટ થયા તે બાર જગ્યાઓ પર સ્થિત શિવલિંગોને જ્યોતિર્લિંગોના રૂપમાં પૂજાય છે. એવી માન્યતા છે કે આ જગ્યાઓ પર ભગવાન શિવ પોતે વિરાજમાન છે અને આ જગ્યાના દર્શનથી પાપમાંથી મુક્તિ મળે છે. અમે ભગવાન શિવના એવા જ  સ્થાનો વિશે તમને જણાવી શું જેના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે.
1) સોમનાથ : સસરા દક્ષની વારંવાર વિનંતી છતાં ચંદ્ર તેની 27 નક્ષત્રપત્નીઓમાં રોહિણી પ્રત્યે વધારે અનુરાગ રાખતો, તેથી ક્રુદ્ધ થઈ દક્ષે તેને ક્ષીણ થવાનો શાપ આપ્યો. શિવજીની પ્રતિષ્ઠા કરેલી તે સોમનાથ કે સોમેશ્વર નામે પ્રસિદ્ધ થયા. ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠે જૂનાગઢ જિલ્લામાં પ્રભાસપાટણ અથવા સોમનાથ પાટણમાં આ સ્થાન છે. 
(2) મલ્લિકાર્જુન : પોતે વસ્તુત: પૃથ્વીપ્રદક્ષિણા કરી હોવા છતાં, માતાપિતાની પ્રદક્ષિણાને પૃથ્વીપ્રદક્ષિણાની સમકક્ષ ગણી શિવપાર્વતીએ ગણપતિનાં લગ્ન કરી દીધાં તેથી રોષે ભરાઈને શિવપાર્વતીના જ્યેષ્ઠ પુત્ર કાર્તિકેય દક્ષિણમાં ક્રૌંચ પર્વત ઉપર જતા રહ્યા. તેમને મનાવવા પાર્વતી સહિત શિવ ક્રૌંચ પર્વત ઉપર જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ્યા અને સ્થિર થયા. આ સ્થળ મલ્લિકા અને અર્જુનનાં ધવલ પુષ્પોથી શોભતું હોવાથી તે મલ્લિકાર્જુન કહેવાયા. અત્યારે આ સ્થળ શ્રીશૈલમ્ નામે જાણીતું છે. 
(3) મહાકાલ અથવા મહાકાલેશ્વર : મોક્ષદાયિની 7 નગરીઓમાંની અવંતી કે ઉજ્જયિનીમાં પ્રાચીનકાળમાં વેદપ્રિય નામે શિવભક્ત બ્રાહ્મણ રહેતો હતો. એક સમયે રત્નમાલા પર્વતનિવાસી દૂષણ નામે અસુરે સર્વત્ર આ તક ફેલાવી ધર્મપરાયણ લોકોમાં હાહાકાર પ્રવર્તાવ્યો ત્યારે, વેદપ્રિયની આગેવાની હેઠળ લોકોની પ્રાર્થના સાંભળી ભગવાન વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા અને દુષ્ટોનો સંહાર કર્યો અને ઈશ્વર ત્યાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા.
(4) ઓમકારેશ્વર : નારદમુનિની ટકોરથી રિસાયેલા વિંધ્યાચળે નર્મદા અને કાવેરીના સંગમ પર ઓમકારેશ્વરમાં શિવજીની આરાધના કરી. શિવજીએ પ્રગટ થઈ તેને ઇષ્ટ વર આપ્યો અને ઓમકારના લિંગમાંથી બીજા જ્યોતિર્લિંગ રૂપે ઉપસ્થિત થઈ ત્યાં સ્થાયી વાસ કર્યો. તે ઓમકારેશ્વર કહેવાયા. અમદાવાદથી રેલમાર્ગે 570 કિમી. છે. બીજા લિંગને અમલેશ્વર કે અમરેશ્વર કહે છે.
(5) વૈદ્યનાથ : પ્રાચીન કાળમાં કેવળ શિવપ્રીતિ અર્થે રાક્ષસરાજ રાવણે શિવજીની આકરી આરાધના કરી. એક પછી એક પોતાનાં 9 મસ્તકોથી કમલપૂજા કરી. આ સ્થળ બિહારમાં સંથાલ મંડલમાં દેવધર કે પરલી કે પ્રજ્વલિકા નામનું સ્થળ છે એમ કેટલાક લોકો માને છે. બીજું મહારાષ્ટ્રમાં બીડ કે ભીંડ જિલ્લામાં પરલી નામના નગરમાં છે. ત્યાં જવા પાકી સડક છે.
(6) ભીમાશંકર : પૂર્વે સહ્યાદ્રિમાં મહાકોશી નદીની ખીણમાં કર્કટી નામે રાક્ષસી તેના ભીમ નામે પુત્ર સાથે રહેતી હતી. ઋષિઓની વિનંતીથી જ્યોતિર્લિંગ રૂપે ભીમશંકર કે ભીમાશંકર નામે ત્યાં સ્થિર થયા. મહારાષ્ટ્રમાં પુણેની પૂર્વે ડાકિની ક્ષેત્રમાં ભીમા નદીના કાંઠે ખીણમાં ભવ્ય મંદિર છે.
(7) રામેશ્વરમ્ : સીતાની શોધમાં ભગવાન શ્રીરામ શ્રીલંકા સામેના ભારતના દક્ષિણ કાંઠે પહોંચ્યા. ત્યાં તેમણે પુરોહિત તરીકે રાવણની સહાયથી શિવપૂજા કરી. ભગવાન જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ્યા અને રામેશ્વર નામે ત્યાં વસ્યા. રામેશ્વરમાં 21 કુંડમાં સ્નાનનો તથા સ્ફટિક લિંગના દર્શનનો મહિમા છે. મંદિર વિશાળ છે. તેની પરસાળ વિશ્વભરમાં સૌથી લાંબી હોવાનો વિક્રમ ધરાવે છે. તે બેટ ઉપર છે, પણ પુલ ઉપરથી સળંગ પરિવહન ચાલે છે. ત્યાં ધર્મશાળાઓ છે.
(8) નાગનાથ અથવા નાગેશ્વર : પૂર્વે દક્ષિણમાં દારુકાવનમાં રહેતો દારુક નામનો રાક્ષસ લોકોને પીડા કરતો હતો. એક વાર તેણે સુપ્રિય નામના શિવભક્ત વણિકનો અંત લાવવા કરવા શ સત્ર ઉગામ્યું ત્યારે ભૂમિમાં મંદિર સહિત ભગવાન જ્યોતિર્લિગ રૂપે પ્રગટ થયા. લિંગ ભોંયરામાં સાંકડા સ્થાનમાં છે. ગુજરાતમાં દ્વારકા પાસે દારુકાવન નામના સ્થળમાં નાગનાથનું શિવાલય છે, જે પણ આ જ્યોતિર્લિંગ હોવાનું મનાય છે.
(9) વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર : કાશી અથવા વારાણસીના રક્ષક મહાદેવ. પૂર્વે વિષ્ણુએ પુરુષ અને પ્રકૃતિ રૂપે શિવજીની આ સ્થળે આરાધના કરી. શિવજી અવિમુક્તેશ્વર નામના જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા અને લોકકલ્યાણ અર્થે ત્યાં શાશ્વત વાસ કર્યો. અમદાવાદથી કાશી નિયમિત ગાડી જાય છે.
(10) ત્ર્યંબકેશ્વર : નાસિક પાસે વનમાં પૂર્વે મહર્ષિ ગૌતમ તથા સતી અહલ્યાને કેટલાક ઈર્ષાળુઓએ ગોહ ત્યાના પાપમાં ખોટી રીતે સંડોવ્યાં. પ્રાયશ્ચિત્ત રૂપે ઋષિએ ભગવાન શિવનું પૂજન કર્યું. શિવજી જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા. સાથે ગંગાજી પણ પધાર્યાં. ગંગાએ ગૌતમી નદીનું રૂપ ધર્યું. મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લામાં નાસિકથી 25 કિમી.ના અંતરે સહ્યાદ્રિમાં તળેટીમાં વિશાળ મંદિર છે. પાકી સડક છે.
(11) કેદારનાથ કે કેદારેશ્વર : હિમાલયમાં બદરિકાશ્રમમાં ભગવાન વિષ્ણુએ નરનારાયણ અવતાર લઈને શિવજીની આરાધના કરી, ત્યારે પ્રભુ જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા અને નરનારાયણની વિનંતીથી ત્યાં જ સ્થિર થયા. ઉત્તરપ્રદેશમાં હિમાલયમાં ગંગાદ્વારથી તમસા નદી સુધી વ્યાપેલા કેદારક્ષેત્રમાં તે કેદારેશ્વર નામે પ્રસિદ્ધ થયા. હિમાલયયાત્રા સમયે પાંડવોએ તેમની પૂજા કરી કૃપા મેળવી. 
(12) ઘૃષ્ણેશ્વર અથવા ઘુશ્મેશ્વર : વેળૂર પર્વતમાળાના પ્રદેશમાં સુધર્મ નામે બ્રાહ્મણ સુદેહા અને ઘુશ્મા/ઘૃષ્ણા નામે બે પત્નીઓ  સાથે આનંદથી રહેતો હતો. ઘુહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં વેળૂર કે ઇલોરા નામના ગામમાં અતિ પ્રાચીન મંદિર છે.
Advertisement
Tags :
Advertisement

.