ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPL 2022 ની શરૂઆત પહેલા જ SRH ટીમના સહાયક કોચ પદ છોડી ભાગ્યા, કારણ ચોંકાવી દેશે

IPL માં કયો ખેલાડી કઇ ટીમ તરફથી રમશે તે હવે હરાજી બાદ નક્કી થઇ ગયુ છે. આ વખતે દર્શકોને ઘણા ખેલાડીઓની અદલા-બદલી થતા જોવા મળી જે IPL-2022 માં રોમાંચને વધારે તો નવાઇ નહી. જોકે, IPL 2022 શરૂ થાય તે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.   IPL 2022 શરૂ થાય તે પહેલા SRHને મોટો ઝટકો જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ઓપનર સાઇમન કેટિચ(Simon Katich) એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના સહાયક કોચ પદેથà
07:45 AM Feb 18, 2022 IST | Vipul Pandya

IPL માં કયો ખેલાડી કઇ ટીમ તરફથી
રમશે તે હવે હરાજી બાદ નક્કી થઇ ગયુ છે. આ વખતે દર્શકોને ઘણા ખેલાડીઓની અદલા-બદલી
થતા જોવા મળી જે
IPL-2022 માં રોમાંચને વધારે તો નવાઇ નહી. જોકે, IPL 2022 શરૂ થાય તે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે એક ખરાબ સમાચાર સામે
આવ્યા છે.

 

IPL 2022 શરૂ થાય તે પહેલા SRHને મોટો ઝટકો

જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ઓપનર સાઇમન
કેટિચ(
Simon
Katich)
એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના
સહાયક કોચ પદેથી રાજીનામું આપ્યુ છે. અહેવાલો અનુસાર
, કેટિચ
હરાજીથી નારાજ હતો અને બેંગલુરુમાં મેગા હરાજી પૂર્ણ થયા પછી તેણે પોતાનુ પદ છોડી
દીધુ હતુ.
IPL શરૂ થવામા હજુ એક મહિનાથી વધુનો સમય બાકી છે અને આવી
સ્થિતિમા હૈદરાબાદની ટીમ કયા દિગ્ગજને આ પદ માટે લાવે છે તે જોવાનુ રહેશે.

 

ટીમનો સાથ છોડવાનુ કારણ

આ સિવાય ફ્રેન્ચાઈઝીની હરાજી પ્રક્રિયા દરમિયાન ટીમનાં
35 વર્ષીય પૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નર પોતાના કાફલામાં સામેલ કરવાના મૂડમાં જોવા
મળ્યા ન હોતા અને આ જ કારણ છે કે સાઇમન કેટિચ(
Simon Katich) એ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ભૂતપૂર્વ સહાયક
કોચે આક્ષેપ કર્યો છે કે મેગા હરાજીમા પૂર્વ નિર્ધારિત યોજનાઓ ફ્રેન્ચાઇઝી દ્વારા
ટાળવામા આવી હતી.


SRH ટીમે આગામી સીઝન માટે પોતાના કાફલામા ઘણા સ્ટાર ખેલાડીઓને સામેલ કર્યા 

IPL 2022 શરૂ થવાની ક્રિકેટ ચાહકો ખૂબ જ આતુરતાથી રાહ જોઇ
રહ્યા છે. મેદાનમાં દર્શકોને તેમના મનપસંદ ખેલાડીઓ એકવાર ફરી રમતા જોવા મળશે. જણાવી
દઇએ કે,
IPL
2022
માટે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ વખતે મેગા
ઓક્શનમાં તમામ ટીમોમાં ઘણા ખેલાડીઓની અદલા-બદલી કરવામાં આવી છે. વળી
, કેટલાક ખેલાડીઓને તેમની જૂની ટીમ દ્વારા અપેક્ષા કરતા વધુ
પૈસે ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે.
2016માં
ડેવિડ વોર્નરના નેતૃત્વમાં પોતાનુ પ્રથમ
IPL ખિતાબ જીતનાર સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આગામી સીઝન માટે
પોતાના કાફલામા ઘણા સ્ટાર ખેલાડીઓને સામેલ કર્યા છે. આ સિવાય
, ફ્રેન્ચાઇઝીએ ફરી એકવાર ઘણા જૂના ખેલાડીઓને તેમની સાથે
જોડ્યા છે. જેમા ટી નટરાજન
, ભુવનેશ્વર
કુમાર
, અભિષેક શર્મા અને પ્રિયમ ગર્ગનું નામ મોખરે છે.

Tags :
CricketGujaratFirstIPLIPL2022SimonKatichSportsSRHSRHAssistantCoach
Next Article