Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પેપર લીક મામલે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના, વિદ્યાર્થીઓની પાણીમાં ગયેલી મહેનત અને ભરોસાનું શુ ?

ઉચ્ચ સ્તરીય કમિટીની રચના જૂનિયર ક્લાર્કની પરિક્ષાનું પેપર લીક થવાના મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે,  રાજ્ય સરકારે આ મામલે ઉચ્ચ સ્તરીય કમિટીની કરી રચના કરી છે. ઉચ્ચ સ્તરીય કમિટીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પંચાયત વિભાગ,ગૃહ વિભાગ અને એટીએસ પણ સક્રિય છે. જ્યારે પરીક્ષાની નવી તારીખો બાબતે ટુંક સમયમાં નિર્ણય લેવાશે 9 લાખ 53 હજાર 723 ઉમેદવારોએ અરજી કરી હતીરાજ્યના ગીર સોમનાથ સિવà
05:26 AM Jan 29, 2023 IST | Vipul Pandya
ઉચ્ચ સ્તરીય કમિટીની રચના 
જૂનિયર ક્લાર્કની પરિક્ષાનું પેપર લીક થવાના મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે,  રાજ્ય સરકારે આ મામલે ઉચ્ચ સ્તરીય કમિટીની કરી રચના કરી છે. ઉચ્ચ સ્તરીય કમિટીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પંચાયત વિભાગ,ગૃહ વિભાગ અને એટીએસ પણ સક્રિય છે. જ્યારે પરીક્ષાની નવી તારીખો બાબતે ટુંક સમયમાં નિર્ણય લેવાશે 
9 લાખ 53 હજાર 723 ઉમેદવારોએ અરજી કરી હતી
રાજ્યના ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામા આ પરિક્ષા યોજાવવાની હતી.. સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષાનું આયોજન હતું. આ પરીક્ષા માટે 9 લાખ 53 હજાર 723 ઉમેદવારોએ અરજી કરી હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષામાં કોઇ ગેરરીતી ન થાય તે માટે અનેક પગલા લેવામાં આવ્યા હતા. જેમાં હથિયારધારી પોલીસ બંદોબસ્તથી લઇ સીસીટીવી કેમેરા સુધીનું આયોજન શામેલ હતું. જિલ્લાના સ્ટ્રોંગરૂમથી પરીક્ષા કેન્દ્રો સુધી પરીક્ષાલક્ષી સીલબંધ મટીરીયલ પહોંચાડવા માટે કુલ-939 જેટલા રૂટ બનાવવામાં આવ્યા હતા .
વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો કે પેપર નહીં, અમારા નસીબ ફૂટયા 
વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો કે પેપર નહીં, અમારા નસીબ ફૂટયા છે અને પેપર તથા નસીબ વારે વારે ફૂટે છે. સરકારે આઉટ સોર્સને પ્રાથમિકતા આપવા જાણી જોઈ પેપર ફોડે છે તેવો આરોપ પણ લગાવાયો છે. લાખોનો ભણતર ખર્ચ, આઠ આઠ કલાકની મહેનત બાદ મળે શુ તેવો સવાલ વાલીઓએ કર્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
ExamPaperGujaratFirstHighLevelCommitteeJuniorClerkLeakCase
Next Article