Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જૂનાગઢનો મુનવ્વર ફારુકી બન્યો કંગનાની લોક અપ સિઝનનો પ્રથમ વિનર

મહિનાઓની મહેનત રંગ લાવી. આખરે મુનવ્વર ફારુકી લોક અપની પ્રથમ સિઝનનો વિજેતા બન્યો. શો દ્વારા પણ  મુનવ્વર ફારૂકીની જીતની ઉજવણી કરવામાં આવી હતી. આવો જાણીએ કોણ છે મુનવ્વર ફારુકી.  આ સિરિઝમાં લોકએ તેની બીજી બાજુ પણ જોઇ. મુનવ્વર જેટલો સારો સ્ટેન્ડ-અપ કોમેડિયન છે, તેટલો જ સારો વ્યક્તિ પણ છે. નિર્માતાઓએ તેને 'લોક અપ' સિઝન વનનો માસ્ટર માઇન્ડ ગણાવ્યો હતો. મુનવ્વર ફારુકીને 20 લાખ રૂપિયાનું રોકડ
જૂનાગઢનો મુનવ્વર ફારુકી બન્યો કંગનાની લોક અપ સિઝનનો પ્રથમ વિનર
Advertisement
મહિનાઓની મહેનત રંગ લાવી. આખરે મુનવ્વર ફારુકી લોક અપની પ્રથમ સિઝનનો વિજેતા બન્યો. શો દ્વારા પણ  મુનવ્વર ફારૂકીની જીતની ઉજવણી કરવામાં આવી હતી. આવો જાણીએ કોણ છે મુનવ્વર ફારુકી.  આ સિરિઝમાં લોકએ તેની બીજી બાજુ પણ જોઇ. મુનવ્વર જેટલો સારો સ્ટેન્ડ-અપ કોમેડિયન છે, તેટલો જ સારો વ્યક્તિ પણ છે. નિર્માતાઓએ તેને 'લોક અપ' સિઝન વનનો માસ્ટર માઇન્ડ ગણાવ્યો હતો. મુનવ્વર ફારુકીને 20 લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને  મારુતિ અર્ટિગા ગાડી મળી છે. આ સિવાય શો દ્વારા તેને ઈટલીની ટ્રીપ પણ ઓફર આપવામાં આવી છે.
ગયા વર્ષે જાન્યુઆરીમાં, મુનાવર ફારૂકીનું નામ તે સમયે ચર્ચામાં આવ્યું હતું, જ્યારે હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ ઈન્દોર પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.જેલમાંથી બહાર આવ્યા બાદ મુનવ્વર ફારૂકીની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. વિવાદોને કારણે તેના લગભગ 12 શો કેન્સલ કરવામાં આવ્યા હતા. શો કેન્સલ થવાને કારણે તે એટલો નારાજ થઈ ગયો હતો કે તેણે સોશિયલ મીડિયા પર સ્ટેન્ડઅપ કોમેડી છોડવાની જાહેરાત પણ કરી દીધી હતી.
લોક અપ વિનરનો જન્મ 28 જાન્યુઆરી 1992ના રોજ ગુજરાતના જૂનાગઢના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો2002ના રમખાણોને કારણે મુનવ્વરનો પરિવાર ગુજરાતમાંથી મુંબઈ આવી ગયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે મુનવ્વરના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે તેને શાળાના અભ્યાસની સાથે માટીકામની દુકાનમાં કામ કરવું પડ્યું હતું.
જીવન ત્યારે બદલાયું, જ્યારે મુનવ્વરે 20 વર્ષની ઉંમરે ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કર્યું હતું. સદ્ભાગ્યે, OTT પ્લેટફોર્મ 2017માં મુનવ્વરને તેની કુશળતા દર્શાવવાની તક મળી. વિવાદોમાં ઘેરાયેલા હોવા છતાં તેને એકતા કપૂરના શો લોકની ઓફર કરવામાં આવી હતી. મુનવ્વરે શોમાં રહીને પોતાની જોરદાર રમત બતાવી કે લોકોએ તેને વિનર બનાવી દીધો.
પોતાના રમૂજી વ્યક્તિત્વથી દરેકના દિલ જીતી લેનાર મુનવ્વરે શોમાં પોતાના જીવનનો મોટો ખુલાસો પણ કર્યો મુનવ્વરે જણાવ્યું કે તેના લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં થયા હતા. એટલું જ નહીં, તેમને એક બાળક પણ છે. પરંતુ તે 1.5 વર્ષથી તેની પત્ની સાથે નથી રહેતો, અને મામલો કોર્ટમાં છે. એટલા માટે તે જાહેરમાં આ અંગે કંઈપણ બોલવાનું ટાળે છે. 
લોકઅપમાં અંજલિ અરોરા અને મુનવ્વર ફારૂકીની મિત્રતાએ પણ લોકોને ખૂબ એન્ટરટેઈન કર્યા હતા. શોમાં અંજલિ અરોરાએ ખુલ્લેઆમ મુનવ્વરને આઈ લવ યુ કહ્યું હતું. શો જીત્યા બાદ મુનવ્વર ફારૂકી જેટલો ખુશ છે, તેટલાજ તેના ચાહકો પણ એટલા જ ખુશ છે. આશા છે કે આ જીતનો સિલસિલો અહીં અટકશે નહીં. મુનવ્વરને શો જીતવાની સાથે સાથે દરેકના દિલ જીતવા બદલ અભિનંદન. 
Tags :
Advertisement

.

×