Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજની અનોખી પહેલ, ઘરે-ઘરે પહોંચી આપી સરકારી યોજનાઓની માહિતી

ભારતના ઇતિહાસમાં કોઈ આઈએએસ અધિકારી લોકોના ઘરે જઈ લોકોનાં હાલચાલ પૂછે અને સરકારી યોજનાના લાભો અંગે માહિતી આપે એવું કદાચ પહેલી વાર બન્યું છે... જી હા વાત કરી રહ્યા છે જૂનાગઢની.. જ્યાં જિલ્લા કલેક્ટર રચિત રાજ  લોકો સાથે વ્યક્તિગત મુલાકાત કરી  લોકોમાં વહીવટી તંત્ર પ્રત્યે આસ્થા અને વિશ્વાસ પેદા કરી રહ્યા છે.  તેમણે  દેશમાં પહેલીવાર એક કાર્યક્રમની શરૂઆત કરી છે 'કલેકટર આપને દ્વાર' આ પ્à
જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજની અનોખી પહેલ  ઘરે ઘરે પહોંચી આપી સરકારી યોજનાઓની માહિતી
ભારતના ઇતિહાસમાં કોઈ આઈએએસ અધિકારી લોકોના ઘરે જઈ લોકોનાં હાલચાલ પૂછે અને સરકારી યોજનાના લાભો અંગે માહિતી આપે એવું કદાચ પહેલી વાર બન્યું છે... જી હા વાત કરી રહ્યા છે જૂનાગઢની.. જ્યાં 
જિલ્લા કલેક્ટર રચિત રાજ  લોકો સાથે વ્યક્તિગત મુલાકાત કરી  લોકોમાં વહીવટી તંત્ર પ્રત્યે આસ્થા અને વિશ્વાસ પેદા કરી રહ્યા છે.  તેમણે  દેશમાં પહેલીવાર એક કાર્યક્રમની શરૂઆત કરી છે "કલેકટર આપને દ્વાર" આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ ઘરે ઘરે જઈ લોકોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી.  વહીવટી તંત્ર લોકોનું મિત્ર છે એ વાતની પ્રતીતિ થાય એ માટે ખુદ પોતે જ ગામે-ગામ પહોંચ્યા અને લોકોને મળ્યા. 
આજે જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ  કલેકટર આપને દ્વાર કાર્યક્રમની શરૂઆત કરતા  સાસણ ગીરના હરીપુર અને ભાલછેલ ગામ પહોંચ્યા અને લોકોને મળ્યા. રૂબરૂ મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી,સરકારી યોજનાઓ તેમના સુધી પહોંચે છે કે કેમ? મુશ્કેલી ક્યાં કામ આવે છે.. ક્યાં કામ અટકે છે કે અટવાય છે એ જાણ્યું અને તરત જ સમસ્યાઓનું સમાધાન કરી લોકોને મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય એ માટે પ્રયત્ન કર્યા. કલેકટર રચિત રાજે  ખાસ સ્કીમો જેવીકે એક દીકરી હોય એના માટે ખાસ પિંક કાર્ડ અને વૃદ્ધો માટે ખાસ ગ્રે કાર્ડ ઇસ્યુ કરવા અંગે માહિતી આપી હતી.
હરીપુર અને ભાળછેલમાં મોંઘી બેન,ચંપાબેન, સંજયભાઈ,ધવલ ભાઈ ,શારદા બેન , જગદીશભાઈ, માલીબેન વેગેરે લોકોને મળ્યા અને તેમના ધંધા રોજગાર વિશે માહીતી મેળવી, તેમને યોજનાઓની સમજૂતી આપી તેમજ દારૂ, જુગાર, ડ્રગ્સ  જેવા દુષણો થી દુર રહેવાની સલાહ આપી . 
નોંધનીય છે કે આ પહેલા પિંક કાર્ડ, ગ્રે કાર્ડ, પ્લાસ્ટિક પ્રાકૃતિક કાફે, હ્યુમન લાયબ્રેરી,  હેપાઈન્સ પ્રોગ્રામ જેવા કાર્યક્રમો દ્વારા સ્ટાફ અને નાગરિકોમાં ખુશી આનંદ થી કામ કરવા,પર્યાવરણ જાગૃતિ, મનની વાત કરી દોસ્તી વધારવા જેવા કાર્યક્રમો થકી ઉત્સાહ વધારી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.