Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્યાં તૂટ્યો હતો ઝૂલતો પુલ, તે મોરબીમાં ભાજપની શાનદાર જીત

આ ચૂંટણીમાં જે બેઠકો પર  હાર-જીતના પરિણામો પર સૌ કોઇની નજર હતી, તેમાંથી એક બેઠક હતી મોરબી બેઠક. મોરબીમાં ઝૂલતો પૂલ ધ્વસ્ત થવાની ઘટના બન્યા બાદ સૌ કોઇના મનમાં એક સવાલ હતો કે શું આ ઘટનાની અસર આ બેઠક પરના ચૂંટણી પરિણામો પર પડશે. કારણ કે આ ઘટનાને લઇને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો. અનેક લોકોના જીવ બચાવનાર કાંતિ અમૃતિયા હતા ભાજપના ઉમેદવાર આ ઘટના à
જ્યાં તૂટ્યો હતો ઝૂલતો પુલ  તે મોરબીમાં ભાજપની શાનદાર જીત
આ ચૂંટણીમાં જે બેઠકો પર  હાર-જીતના પરિણામો પર સૌ કોઇની નજર હતી, તેમાંથી એક બેઠક હતી મોરબી બેઠક. મોરબીમાં ઝૂલતો પૂલ ધ્વસ્ત થવાની ઘટના બન્યા બાદ સૌ કોઇના મનમાં એક સવાલ હતો કે શું આ ઘટનાની અસર આ બેઠક પરના ચૂંટણી પરિણામો પર પડશે. કારણ કે આ ઘટનાને લઇને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો.
અનેક લોકોના જીવ બચાવનાર કાંતિ અમૃતિયા હતા ભાજપના ઉમેદવાર 
આ ઘટના બાદ ભાજપે આ બેઠક પર ઉમેદવાર તરીકે કાંતિ અમૃતિયા પર પસંદગી ઉતારી હતી. કાંતિ અમૃતિયા એ વ્યક્તિ છે, જેમણે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોતાનો જીવ જોખમમાં મુકીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.ભાજપની આ રણનીતિ ખુબજ સફળ રહી, અને મોરબી બેઠક પર ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ જીત નોંધાવી.અને કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રણસરિયાની હાર થઇ . 
કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ છેલ્લા ત્રણ દાયકામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાંચ વખત આ બેઠક હારી ચૂક્યા હતા. આમ છતાં આ વર્ષે કોંગ્રેસે મોરબી બેઠક પર તેમણે ટિકિટ આપી હતી.
30 ઓક્ટોબરના રોજ તૂટ્યો હતો ઝૂલતો પુલ 
મહત્વપૂર્ણ છે કે 30 ઓક્ટોબરના રોજ મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના ઘટી હતી,જેમાં 130થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે પુલ પર લગભગ 500 લોકો ઉપસ્થિત હતા, તપાસમાં પુલ તૂટવાનું કારણ કેબલ ખરાબ હોવાનું સામે આવ્યું હતું. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.