ગોધરામાં સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિની ઉલ્લાસભેર ઉજવણી
ગોધરા શહેરમાં સિંધી સમાજની આન,બાન અને શાન ગણાતી ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિ ખૂબ જ આસ્થાભેર અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિ નિમિતે સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા હતા. ચેટીચાંદ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.શહેરના ચિઠીયાવાડ ખાતે આવેલા ભગવાન ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના ભાઈ બહેનોએ ભગવાનના દર્શન કરી ધન્ય
Advertisement
ગોધરા શહેરમાં સિંધી સમાજની આન,બાન અને શાન ગણાતી ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિ ખૂબ જ આસ્થાભેર અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિ નિમિતે સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા હતા. ચેટીચાંદ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
શહેરના ચિઠીયાવાડ ખાતે આવેલા ભગવાન ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના ભાઈ બહેનોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ડો.ગીદવાણી રોડ ખાતે આવેલી શાંતિ પ્રકાશ ધર્મશાળામાં ભવ્ય ભંડારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજના સમયે સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આધુનિક ડી.જે. સિસ્ટમનાં સથવારે શહેરની શાંતિ પ્રકાશ ધર્મશાળાથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે શહેરા ભાગોળ, પિમ્પૂટકર ચોક, રણછોડજી મંદિર, હોળી ચકલા, સૈયદવાડા, મોચિવાડ, વિશ્વકર્મા ચોક, બહારપુરા ધર્મશાળા, પાંજરાપોળ, લાલબાગ ટેકરી, બસ સ્ટેન્ડ, બગીચા રોડ થઈ રામસાગર તળાવ ખાતે આવેલા ભગવાન ઝુલેલાલ ઘાટ પર પહોંચી હતી. જ્યાં ભગવાન ઝુલેલાલની જ્યોતનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાનું શહેરના દરેક સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો અને લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.