Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુરોપના ઘણા દેશોમાં હવે સંયુક્ત પરિવારો ફરીથી આકાર લઇ રહ્યા છે

ઔદ્યોગિક ક્રાંતિ પછી સમગ્ર વિશ્વમાં જે મહત્વના પરિવર્તનો આવ્યા અને એમાંય ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિને કારણે ચહેરો અસ્તિત્વમાં આવતા આપણી સામાજિક સ્થિતિ ખાસ કરીને આપણી પારિવારિક પરિસ્થિતિ ઉપર જે અસરો પડી તેના ઘણા બધા નકારાત્મક પરિણામો હવે આપણે ભોગવી રહ્યા છીએ.આપણી પરંપરામાં સંયુક્ત કુટુંબની જે વિભાવના ચાલુ હતી તે આપણા બાળકોના ઉછેર માટે, સ્ત્રીઓના રક્ષણ માટે અને પરિવારના પ્à
યુરોપના ઘણા દેશોમાં હવે સંયુક્ત પરિવારો ફરીથી આકાર લઇ રહ્યા છે
ઔદ્યોગિક ક્રાંતિ પછી સમગ્ર વિશ્વમાં જે મહત્વના પરિવર્તનો આવ્યા અને એમાંય ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિને કારણે ચહેરો અસ્તિત્વમાં આવતા આપણી સામાજિક સ્થિતિ ખાસ કરીને આપણી પારિવારિક પરિસ્થિતિ ઉપર જે અસરો પડી તેના ઘણા બધા નકારાત્મક પરિણામો હવે આપણે ભોગવી રહ્યા છીએ.
આપણી પરંપરામાં સંયુક્ત કુટુંબની જે વિભાવના ચાલુ હતી તે આપણા બાળકોના ઉછેર માટે, સ્ત્રીઓના રક્ષણ માટે અને પરિવારના પ્રત્યેક સભ્યને જીવનના પ્રત્યેક તબક્કે હુંફ, હિંમત, સાથ અને સહકાર મળી રહે અને એ રીતે જીવનમાં આવતા કોઈપણ પડકારોમાં ટકી શકે એ આપણા સંયુક્ત પરિવારની સૌથી મોટી સફળતા હતી.
સમય જતા ખાસ કરીને શહેરોમાં સંયુક્ત પરિવારના સ્થાને  નાના પરિવારો અસ્તિત્વમાં આવ્યા જેને કારણે શરૂઆતમાં તો આ પ્રકારના વિભક્ત કુટુંબો આપણને લલચાવનારા સાબિત થયા પણ સમય જતા એ વિભક્ત કુટુંબને કારણે આપણા બાળ ઉછેરમાં આપણી મહિલાઓને જે જુદા જુદા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને ખાસ કરીને બાળકોના ઘડતરમાં કચાશ રહી જતી જોવા મળી અને એથી વધારે બાળકોને અને ઘરમાં પરણીને આવેલી નવવધૂને જે મળવા જોઈએ તે મદદ માર્ગદર્શન અને હુંફ મળતા બંધ થતાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઇ.
તાજેતરમાં સમાચારો દ્વારા જાણવા મળે છે કે યુરોપના ઘણા દેશોમાં હવે સંયુક્ત પરિવારો ફરીથી આકાર લઇ રહ્યા છે. યુરોપના દેશોને પણ ભારતીય સંસ્કૃતિના ઘણા બધા આકર્ષક પાસાઓની લગની લાગી છે. તેમાંય ખાસ કરીને આપણા સંયુક્ત પરિવારની વાત તેમને વધારે સારી રીતે હવે સમજાય છે.  જેવી તેમને સમજાય છે કે તરત જ તેઓ મોટા પાયે ફરી પાછા સંયુક્ત પરિવાર તરફ વળવાનો વિચાર કરી રહ્યા છે. એવા આશાસ્પદ સમાચારો સાંભળીને એક ભારતીય તરીકે આપણે પણ હવે એ દિશામાં ફરીથી આપણી પરિવાર પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવીને સંયુક્ત પરિવારની ભાવનાને ફરીથી જીવંત કરવા માટે વિચારતા થવું પડશે.
Advertisement
Tags :
Advertisement

.