Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jioએ ગુજરાતમાં રચ્યો ઇતિહાસ, આ બાબતે BSNLને પાછળ છોડ્યું

દેશમાં ટેલિકોમ કંપનીઓ વચ્ચે પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે સ્પર્ધા ચાલી રહી છે. જ્યારથી રિલાયન્સ જિયોએ દેશમાં તેની ટેલિકોમ સેવા શરૂ કરી છે ત્યારથી હરીફાઈ વધવા લાગી છે. Jioના ગ્રાહકોમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ Jioએ વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રિલાયન્સ જિયો ગુજરાતની સૌથી મોટી ફિક્સ લાઇન સર્વિસ કંપની બની ગઈ છે.ચાર લાખથી વધુ ગ્રાહકો બનાવ્યા રિલાયન્સ જિયો ગુજરà
jioએ ગુજરાતમાં રચ્યો ઇતિહાસ  આ બાબતે bsnlને પાછળ છોડ્યું
દેશમાં ટેલિકોમ કંપનીઓ વચ્ચે પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે સ્પર્ધા ચાલી રહી છે. જ્યારથી રિલાયન્સ જિયોએ દેશમાં તેની ટેલિકોમ સેવા શરૂ કરી છે ત્યારથી હરીફાઈ વધવા લાગી છે. Jioના ગ્રાહકોમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ Jioએ વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રિલાયન્સ જિયો ગુજરાતની સૌથી મોટી ફિક્સ લાઇન સર્વિસ કંપની બની ગઈ છે.
ચાર લાખથી વધુ ગ્રાહકો બનાવ્યા 

રિલાયન્સ જિયો ગુજરાતમાં ફિક્સ લાઇન સર્વિસ આપતી સૌથી મોટી કંપની બની ગઈ છે. કંપનીએ ગુજરાતમાં બિઝનેસ શરૂ કર્યાના ત્રણ વર્ષમાં ચાર લાખથી વધુ ગ્રાહકો ઉમેર્યા છે. રિલાયન્સ Jioએ બુધવારે કહ્યું હતું કે 5 સપ્ટેમ્બર, 2019ના રોજ Jio ફાઈબરે તેની કોમર્શિયલ કામગીરી શરૂ કરી હતી. ત્યારથી Jio ગુજરાતના 40 થી વધુ શહેરો, નગરો અને ગામડાઓ સુધી પહોંચ્યું છે અને ચાર લાખથી વધુ ગ્રાહકો ઉમેર્યા છે.

Advertisement

BSNLને પાછળ છોડ્યું 
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના એપ્રિલ 2022ના અહેવાલ મુજબ, ગુજરાતમાં Jioના 'ફાઈબર-ટુ-ધ-હોમ' વપરાશકર્તાઓ પ્રથમ વખત ચાર લાખ સુધી પહોંચ્યા છે. પ્રથમ વખત Jioના 'ફાઈબર- ટુ-ધ- હોમ' ગ્રાહકોનો આંકડો 4 લાખ વટાવી ગયો છે. આ સાથે BSNLના 3.80 લાખ વપરાશકર્તાઓને પાછળ છોડીને કંપની લેન્ડલાઇન સેવા પૂરી પાડતી રાજ્યની સૌથી મોટી કંપની બની. Jioએ એપ્રિલ, 2022 દરમિયાન 20,832 નવા Jio Fiber ગ્રાહકો ઉમેર્યા. આ સાથે રાજ્યમાં કંપનીના કુલ યુઝર્સની સંખ્યા 4.03 લાખ પર પહોંચી ગઈ છે.
Advertisement
Tags :
Advertisement

.