દશેરાના દિવસે આ શહેરોના યૂઝર્સને મળશે 5G સેવાનો અનુભવ, Jio લાવ્યું છે વેલકમ ઓફર
એરટેલ બાદ Jioએ પોતાની 5G સેવાની જાહેરાત કરી દીધી છે. જીઓ 5G સર્વિસને દશેરાના અવસરે ઉપયોગ કરી શકશે. શરૂઆતમાં કંપનીએ દિલ્હી, વારાણસી, મુંબઈ અને કોલકત્તામાં પોતાની સર્વિસને શરૂ કરશે. 5 ઓક્ટોબરથી જો તમે આ શહેરોમાં રહો છો તો 5G સર્વિસ યૂઝ કરી શકશો.યૂઝર્સનો ફીડબેક પણ મંગાવાશેઆ તકે કંપનીએ એક વેલકમ ઓફર પર રાખી છે. જે હેઠળ કંપની કંઝ્યૂમર્સને 5G સર્વિસનો અનુભવ કરવા માટેની તક આપી રહ્યું છે. જીઓનું કહ
Advertisement

એરટેલ બાદ Jioએ પોતાની 5G સેવાની જાહેરાત કરી દીધી છે. જીઓ 5G સર્વિસને દશેરાના અવસરે ઉપયોગ કરી શકશે. શરૂઆતમાં કંપનીએ દિલ્હી, વારાણસી, મુંબઈ અને કોલકત્તામાં પોતાની સર્વિસને શરૂ કરશે. 5 ઓક્ટોબરથી જો તમે આ શહેરોમાં રહો છો તો 5G સર્વિસ યૂઝ કરી શકશો.
યૂઝર્સનો ફીડબેક પણ મંગાવાશે
આ તકે કંપનીએ એક વેલકમ ઓફર પર રાખી છે. જે હેઠળ કંપની કંઝ્યૂમર્સને 5G સર્વિસનો અનુભવ કરવા માટેની તક આપી રહ્યું છે. જીઓનું કહેવું છે કે, યૂઝર્સ સર્વિસ અનુભવ કરીન તેમને ફીડબેક આપી શકે છે જેનાથી તેમને સર્વિસ શ્રેષ્ઠ બનાવવા મદદ મળશે.
દરેક યૂઝર્સ માટે નથી ઓફર
જણાવી દઈએ કે આ સેવા દરેકને નહી મળે પરંતુ તેના માટે કંપનીએ હાલ ઈન્વાઈટ બેસ્ડ્ રાખ્યું છે. 5G સેવા ઈન્વાઈટ 5G હેડસેટ યૂઝર્સને જ મળશે પરંતુ કેટલા યૂઝર્સને કંપની ઈન્વાઈટ કરશે તે હજુ સ્પષ્ટ નથી. આ વિશે કંપનીએ કંઈ નથી કહ્યું.
વેલકમ ઓફર
આ સાથે જ કંપની વેલકમ ઓફર પણ આપી રહી છે. આ ઓફર હેઠળ ગ્રાહકને અનલિમિટેડ 5G ડેટા 1 Gbps+ની સ્પીડ પર મળશે. કંપની જલ્દી જ અન્ય બીટા ટ્રાયલ શહેરોની યાદી જાહેર કરી શકે છે.
આ પણ વાંચો - આજથી દેશમાં 5-G સેવા શરુ થશે, PM MODI કરાવશે શરુઆત
Advertisement