Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોલીસ વાનમાં બેસેલા જિગ્નેશ મેવાણીનો ‘પુષ્પા’ સ્ટાઇલનો વિડીયો વાયરલ

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વડાપ્રધાન મોદી વિરૂદ્ધ કરેલા ટ્વિટના કેસમાં જામીન મળતાની સાથે જ અન્ય એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન જીગ્નેશ મેવાણીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પુષ્પા સ્ટાઈલ બતાવી રહયા છે. વિડીયોમાં તેઓ પોલીસ કસ્ટડીમાં દેખાઇ રહ્યા છે અને પોલીસ વાનની પાછળની સીટ પર બેઠા છે. જ્યાં તેઓ પુષ્પા સ્ટાઈલમાં દાઢી પર હાથ મૂકી રહ્ય
05:43 PM Apr 25, 2022 IST | Vipul Pandya
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વડાપ્રધાન મોદી વિરૂદ્ધ કરેલા ટ્વિટના કેસમાં જામીન મળતાની સાથે જ અન્ય એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન જીગ્નેશ મેવાણીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પુષ્પા સ્ટાઈલ બતાવી રહયા છે. વિડીયોમાં તેઓ પોલીસ કસ્ટડીમાં દેખાઇ રહ્યા છે અને પોલીસ વાનની પાછળની સીટ પર બેઠા છે. જ્યાં તેઓ પુષ્પા સ્ટાઈલમાં દાઢી પર હાથ મૂકી રહ્યો છે.
સોશયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો તે સમયનો છે જ્યારે તેમને સોમવારે આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળ્યા હતા, પરંતુ બાદમાં અન્ય કેસના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પુનઃ ધરપકડ બાદ મેવાણીને કોકરાઝાર જિલ્લામાંથી બારપેટા લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસનું કહેવું છે કે જામીન મળ્યા બાદ મેવાણીએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આ વિડીયો ત્યારનો હોવાનું કહેવાઇ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટ્વિટમાં આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ જીગ્નેશ મેવાણી સામે પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં આસામની કોકરાઝારની એક કોર્ટે રવિવારે મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતો. આ કેસમાં આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી. જે બાદ તે ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં હતા.
બીજી તરફ મેવાણીએ તેમની ધરપકડને ભાજપ અને આરએસએસનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે મારી છબી ખરાબ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ ઓયોજનપૂર્વકનું છે. જેવું રોહિતે વેમુલા, ચંદ્રશેખર આઝાદ સાથે કર્યું હતું. જીગ્નેશ મેવાણી પર ગુનાહિત કાવતરું, પૂજા સ્થળ સંબંધિત ગુનાઓ, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને શાંતિ ભંગ કરવા માટેનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસે મેવાણીના સમર્થનમાં ધરણા કર્યા હતા. રવિવારે આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન બોરા અને ધારાસભ્યો દિગંત બર્મન અને એસકે રશીદે પાર્ટી કાર્યાલયથી કોકરાઝાર પોલીસ સ્ટેશન સુધી મૌન કૂચ કરી હતી. 
Tags :
GujaratFirstJigneshMewaniPushpaStyleVideoViralજિગ્નેશમેવાણીપુષ્પાસ્ટાઇલ
Next Article