જીગ્નેશ મેવાણીના 3 દિવસના રિમાન્ડ મેળવાયા, પોલીસ તપાસ શરુ
વડગામ બેઠકના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરાયા બાદ તેમને આજે આસામના કોકરાઝાર જીલ્લા મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આસામ પોલીસ દ્વારા રજૂ કરાયા હતા. પોલીસે તેમના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનિય છે કે બુધવારે રાત્રે 11.30 વાગે પાલનપુર સરકિટ હાઉસમાંથી આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. તેમને ત્યારબાદ તેમને અ
Advertisement
વડગામ બેઠકના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરાયા બાદ તેમને આજે આસામના કોકરાઝાર જીલ્લા મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આસામ પોલીસ દ્વારા રજૂ કરાયા હતા. પોલીસે તેમના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનિય છે કે બુધવારે રાત્રે 11.30 વાગે પાલનપુર સરકિટ હાઉસમાંથી આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. તેમને ત્યારબાદ તેમને અડધી રાત્રે આસામ લઇ જવાયા હતા. ગુરુવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જીગ્નેશ મેવાણીના પીએની પણ પુછપરછકરાઇ હતી. જીગ્નેશ મેવાણીની ધરપકડનો વિરોધ કરવા માટે કોંગ્રેસે ગુરુવારે ઉગ્ર વિરોધ કર્યો હતો. ધરપકડ બાદ જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો કે તેમને એફઆઇઆરની નકલ અપાઇ નથી.
કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને પાલનપુરથી અમદાવાદ લવાયા બાદ ગુવાહાટી થઇને કોકરાઝાર લવાયા હતા જયાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટમાં બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આ સમયગાળામાં તેમને કોકરાઝારની બહાર કયાંય લઇ જવાશે નહી તેમ જણાવ્યું હતું. મેવાણી દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.કાયદાની માહિતી ટેકનોલોજીની કલમો બેઠળ કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ આસામ પોલીસ ગુજરાત આવી હતી અને રાત્રે પાલનપુર સર્કિટ હાઉસમાંથી જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. એફઆઇઆર અનુસાર મેવાણીએ ટ્વીટમાં કથિત રીતે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોડસેને ભગવાન માને છે.
મેવાણીની ધરપકડ બાદ કોંગ્રેસના નેતાઓએ અમદાવાદના સારંગપુર સર્કલ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.