જામીન મળ્યા બાદ ગણતરીના કલાકોમાં જીગ્નેશ મેવાણીની ફરી ધરપકડ, જાણો શું છે મામલો
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અસમ પોલીસે અન્ય એક કેસમાં ધરપકડ કરી છે.તેમને અધિકારીઓ પરના હુમલાના કેસમાં ફરીથી ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં જીગ્નેશ મેવાણીને એક કેસમાં કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જામીન મળ્યાના ગણતરીના કલાકોમાં તેમની ફરીથી ધરપકડ કરાઇ હતી. જીગ્નેશ મેવાણીની ગત 19 એપ્રિલે પાલનપુરના સર્કિટ હાઉસમાંથી મોડી રાત્રે ધરપકડ કરાઇ હતી. તેમની એક ટ્વીટને લઇને આસામની કોકરાઝાર પà
Advertisement
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અસમ પોલીસે અન્ય એક કેસમાં ધરપકડ કરી છે.તેમને અધિકારીઓ પરના હુમલાના કેસમાં ફરીથી ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં જીગ્નેશ મેવાણીને એક કેસમાં કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જામીન મળ્યાના ગણતરીના કલાકોમાં તેમની ફરીથી ધરપકડ કરાઇ હતી.
જીગ્નેશ મેવાણીની ગત 19 એપ્રિલે પાલનપુરના સર્કિટ હાઉસમાંથી મોડી રાત્રે ધરપકડ કરાઇ હતી. તેમની એક ટ્વીટને લઇને આસામની કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ટ્વીટમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોડસેને ભગવાન માને છે. ધારાસભ્યને ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી કોકરાઝાર લવાયા હતા અને કોકરાઝારની કોર્ટે તેમને 3 દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં જીગ્નેશ મેવાણીને સોમવારે કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જો કે ત્યારબાદ ગણતરીના કલાકમાં જ જીગ્નેશ મેવાણીની અન્ય એક કેસમાં ધરપકડ કરાઇ હતી. દરમિયાન ફરીથી ધરપકડ કરીને જીગ્નેશ મેવાણીને કોકરાઝાર જીલ્લામાંથી બારપેટા લઇ જવામાં આવી રહ્યા છે. બીજી તરફ સોમવારે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસે જીગ્નેશ મેવાણીની ધરપકડના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અસમ કોંગ્રેસ દ્વારા પણ કોકરાઝાર પોલીસ સ્ટેશન પાસે મૌન રેલી યોજવામાં આવી હતી.