Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જિગ્નેશ મેવાણી એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં, જામીન અરજી પર આવતીકાલે સુનાવણી

આસામના કોકરાઝારમાં CJM કોર્ટે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કોર્ટ તેની જામીન અરજી પર આવતી કાલે એટલે કે સોમવારે સુનાવણી કરશે. આસામ પોલીસે રવિવારે આ જાણકારી આપી છે. આસામ પોલીસે બુધવારે રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસમાંથી જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. જ્યાંથી તેને આસામ લઈ જવામાં આવ્યા હતા. આસામ પોલીસે ટ્વિટમાં વડાપ્રધà
06:17 PM Apr 24, 2022 IST | Vipul Pandya
આસામના કોકરાઝારમાં CJM કોર્ટે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કોર્ટ તેની જામીન અરજી પર આવતી કાલે એટલે કે સોમવારે સુનાવણી કરશે. આસામ પોલીસે રવિવારે આ જાણકારી આપી છે. આસામ પોલીસે બુધવારે રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસમાંથી જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. જ્યાંથી તેને આસામ લઈ જવામાં આવ્યા હતા. આસામ પોલીસે ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મેવાણી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
મેવાણીને ગુરુવારે સવારે ગુજરાતથી ગુવાહાટી લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ રોડ માર્ગે કોકરાઝાર લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી જિજ્ઞેશને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિગ્નેશ મેવાણીના કેસમાં જામીન અરજી સહિતની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે. કોકરાઝારના અધિક પોલીસ અધિક્ષક સુરજીત સિંહ પાનેસરે જણાવ્યું હતું કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
સોમવારે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે
જિગ્નેશ મેવાણીની ત્રણ દિવસની પોલીસ કસ્ટડી પૂરી થતાં રવિવારે મોડી સાંજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પાનેસરે કહ્યું કે મેવાણીને સોમવારે સવારે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં જામીન અરજી સહિત કેસની સુનાવણી કરવામાં આવશે. મેવાણીના એક સહયોગી સુરેશ જાટે અગાઉ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ એફઆઈઆર નોંધાયા બાદ ગુજરાતના અગ્રણી દલિત નેતા મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી. આ એફઆઈઆર આસામના કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.
પોલીસે 14 દિવસની કસ્ટડી માંગી હતી
મેવાણીના વકીલ મનોજ ભગવતીએ 21 એપ્રિલે કહ્યું હતું કે પોલીસે 14 દિવસની કસ્ટડી માગી હતી, પરંતુ તેણે તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા અને કહ્યું કે આ સમય દરમિયાન તેમને કોકરાઝારની બહાર ક્યાંય લઈ જવામાં આવશે નહીં. મનોજ ભગવતી જેમને આસામ કોંગ્રેસે મેવાણીના સહયોગી તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે મેવાણી દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે.
જિગ્નેશ મેવાણીએ ટ્વિટમાં શું કહ્યું હતું?
જિગ્નેશ મેવાણીએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, "ગોડસેને ભગવાન માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાંપ્રદાયિક સંઘર્ષ સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ." આ ટ્વીટના સંદર્ભમાંમેવાણી સામે IPC કલમ 120B (ગુનાહિત કાવતરું), 153 (A) (બે સમુદાયો સામે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295 (A) અને 504 (શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાના હેતુથી વસ્તુઓ કહેવું) ટ્વિટ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
Tags :
AssamGujaratGujaratFirstJigneshMevaniPMNARENDRAMODIજિગ્નેશમેવાણી
Next Article