Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાજરી

'પંદર', સાહેબે બૂમ પાડી.'જી સાહેબ', રીમાએ ગભરાતાં વર્ગમાં હાજરી પૂરાવી.'કેમ લેશન નથી કર્યું?'રીમાએ જવાબમાં હથેળી ધરી. મજૂરી કરીને કણીઓ પડી ગયેલી હથેળી જોઈને રવજી સાહેબની આંખો ભીની થઈ ગઈ!'નહિ જાય તો બાવડું ઝાલીને કાઢીશ, સળગાવી દઈશ તારા ચોપડા… -હિરલ વ્યાસ 
હાજરી
"પંદર", સાહેબે બૂમ પાડી.
"જી સાહેબ", રીમાએ ગભરાતાં વર્ગમાં હાજરી પૂરાવી.
"કેમ લેશન નથી કર્યું?"
રીમાએ જવાબમાં હથેળી ધરી. મજૂરી કરીને કણીઓ પડી ગયેલી હથેળી જોઈને રવજી સાહેબની આંખો ભીની થઈ ગઈ!
"નહિ જાય તો બાવડું ઝાલીને કાઢીશ, સળગાવી દઈશ તારા ચોપડા… 
-હિરલ વ્યાસ 
Advertisement
Tags :
Advertisement

.