Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝૂલન ગોસ્વામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લઈ શકે છે નિવૃત્તિ, છેલ્લી મેચ લોર્ડ્સમાં રમશે

ભારતીય દિગ્ગજ  મહિલા  બોલર  ઝૂલન  ગોસ્વામી  ટૂંક  સમયમાં  તેયાની  અંદાજે   બે દાયકા ની  કારકીર્તિ  પર  પૂર્ણ  વિરામ  લગાગાવવા  જઈ રહી  છે.  ત્યારે  છેલ્લા  કેટલાક  વર્ષોથી  ઝૂલને  મહિલા  ક્રિકેટમાં  મહત્વની  ભૂમિકા  ભજવી  છે  ત્યારે  હાલ  દેશનો  સૌથી  સફર  અને  અનુભવી  ખેલાડી   છે, મિતાલી  રાજ mithali rajની  નિવૃતિ  બાદ તે  ટૂંક સમયમાં જ  જ નિવૃત્તિ  જાહેર  કરશે .  જેના  માટે  સમગ્ર  પ્લાન  માટે 
ઝૂલન  ગોસ્વામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી લઈ શકે છે નિવૃત્તિ  છેલ્લી મેચ લોર્ડ્સમાં રમશે
ભારતીય દિગ્ગજ  મહિલા  બોલર  ઝૂલન  ગોસ્વામી  ટૂંક  સમયમાં  તેયાની  અંદાજે   બે દાયકા ની  કારકીર્તિ  પર  પૂર્ણ  વિરામ  લગાગાવવા  જઈ રહી  છે.  ત્યારે  છેલ્લા  કેટલાક  વર્ષોથી  ઝૂલને  મહિલા  ક્રિકેટમાં  મહત્વની  ભૂમિકા  ભજવી  છે  ત્યારે  હાલ  દેશનો  સૌથી  સફર  અને  અનુભવી  ખેલાડી   છે, મિતાલી  રાજ mithali rajની  નિવૃતિ  બાદ તે  ટૂંક સમયમાં જ  જ નિવૃત્તિ  જાહેર  કરશે .  જેના  માટે  સમગ્ર  પ્લાન  માટે  તૈયાર  કરી  લેવામાં આવ્યો   છે .  
ઝુલન છેલ્લી મેચ લોર્ડ્સમાં રમશે
બીસીસીઆઈએ હાલમાં જ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં ઝુલન ગોસ્વામીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઝુલનને શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. ઝુલન ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેની છેલ્લી મેચ રમશે. ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 24 સપ્ટેમ્બરે લોર્ડ્સમાં રમાશે. એવું માનવામાં આવે છે કે આ મેચ ઝુલનના કરિયરની છેલ્લી મેચ પણ હશે.
ઝુલને T20ને અલવિદા કહી દીધું છે
ઝુલને તેની છેલ્લી વનડે મેચ આ વર્ષે માર્ચમાં રમી હતી. તે ન્યૂઝીલેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતો. જોકે ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ગ્રુપ મેચમાં જગ્યા બનાવી શકી ન હતી. તેણે તેની છેલ્લી ટી20 મેચ વર્ષ 2018માં રમી હતી. આ પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી હતી. કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ ઓક્ટોબર 2021માં રમાઈ હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ઝુલન IPL રમી શકે છે. બીસીસીઆઈએ તાજેતરમાં કહ્યું હતું કે મહિલા આઈપીએલ આવતા વર્ષથી શરૂ થશે. ઝુલને T20માંથી નિવૃત્તિ લીધી છે, પરંતુ તે IPL રમી શકે છે. આ સિવાય તે મેન્સ આઈપીએલમાં કોઈપણ ટીમ સાથે સપોર્ટિંગ સ્ટાફ તરીકે પણ જોડાઈ શકે છે.
Advertisement
Tags :
Advertisement

.