Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jet Airwaysએ તેના 60 ટકા કર્મચારીઓને વગર પગારની 3 મહિનાની રજા પર ઉતારી દીધા

લાંબા સમયથી બંધ પડેલી એરલાઇન કંપની જેટ એરવેઝના કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. ગ્રાઉન્ડેડ જેટ એરવેઝે તેના 60 ટકા કર્મચારીઓને પગાર વિનાની ત્રણ મહીનાની રજા પર મોકલવાનો નિર્ણય કર્યો છે.કંપની બાકીના કર્મચારીઓના પગારમાં અસ્થાયી રૂપે ઘટાડો કરી શકે છે. સુત્રોનું માનીએ તો એરલાઇનની પુનઃસજીવન યોજના ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે પણ પગારમાં મોટા ઘટાડા માટે સંમà
jet airwaysએ તેના 60 ટકા કર્મચારીઓને વગર પગારની 3 મહિનાની રજા પર ઉતારી દીધા
લાંબા સમયથી બંધ પડેલી એરલાઇન કંપની જેટ એરવેઝના કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. ગ્રાઉન્ડેડ જેટ એરવેઝે તેના 60 ટકા કર્મચારીઓને પગાર વિનાની ત્રણ મહીનાની રજા પર મોકલવાનો નિર્ણય કર્યો છે.કંપની બાકીના કર્મચારીઓના પગારમાં અસ્થાયી રૂપે ઘટાડો કરી શકે છે. સુત્રોનું માનીએ તો એરલાઇનની પુનઃસજીવન યોજના ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે પણ પગારમાં મોટા ઘટાડા માટે સંમત 
"સંજીવ કપૂર કે જે જેટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે તેઓ પણ પગારમાં નોંધપાત્ર ઘટાડો કરવા માટે સંમત થયા છે. કપૂરે કર્મચારીઓને શાંત રાખવા માટે ટ્વિટ કરીને કહ્યું કે, "કોઈને પણ નોકરીમાંથી કાઢી નાખવામાં આવી રહ્યાં નથી."

250 કરોડના વધારાના બાકી ચૂકવવા મુશ્કેલ
કંપનીનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે જેટ એરવેઝના પુનરુત્થાન માટેની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ 18 નવેમ્બરના રોજ નવા માલિક જાલાન-કાલરોક કન્સોર્ટિયમે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે NCLTને જણાવ્યું હતું કે તેઓ પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટીની બાકી રકમની ચુકવણી કરશે. કર્મચારીઓના 250 કરોડ વધારાના રૂપિયા ચૂકવવા તેઓ અસમર્થ છે.
475 કરોડ સુધીની જવાબદારી સ્વીકારી હતી 
અગાઉ, નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે જેટ એરવેઝના નવા માલિક જાલાન-કાલરોક ગ્રૂપને પ્રોવિડન્ટ ફંડ અને એરલાઇનના કર્મચારીઓની ગ્રેચ્યુટીના નાણા ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોન્સોર્ટિયમે જેટ એરવેઝને ટેકઓવર કરવાની તેની બિડમાં ટાંક્યું હતું કે તે લેણદારોને રૂ. 475 કરોડથી વધુ ચૂકવવા માટે જવાબદાર નથી અને તમામ દાવાઓ તે રકમમાંથી પતાવટ કરવાના થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.