Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

JEE 2022 : પરીક્ષાની તારીખોમાં કરાયો ફેરફાર, જાણો નવી તારીખ અને સંપૂર્ણ ટાઈમ ટેબલ

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જોઈન્ટ એન્ટ્રન્સ પરીક્ષા JEE મેઈન 2022ની તારીખોમાં ફેરફાર કર્યો છે. જેઇઇ મેઇન પરીક્ષા, જે અગાઉ 16 એપ્રિલે નક્કી કરવામાં આવી હતી તે હવે 21 એપ્રિલથી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ NTAની સત્તાવાર વેબસાઇટ nta.ac.in પર વિગતવાર સમયપત્રક ચકાસી શકે છે. નોટિસમાં NTA દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અનેક બોર્ડ પરીક્ષાની તારીખ સાથે જેઈઈની પરીક્ષાની તારીખ ક્લેશ થઈ રહી હતી માટે વિદ્યàª
jee 2022   પરીક્ષાની તારીખોમાં
કરાયો ફેરફાર  જાણો નવી તારીખ અને સંપૂર્ણ ટાઈમ ટેબલ

નેશનલ
ટેસ્ટિંગ એજન્સીએ જોઈન્ટ એન્ટ્રન્સ પરીક્ષા
JEE મેઈન 2022ની તારીખોમાં
ફેરફાર કર્યો છે. જેઇઇ મેઇન પરીક્ષા
, જે અગાઉ 16 એપ્રિલે નક્કી કરવામાં આવી હતી તે હવે 21 એપ્રિલથી
લેવામાં આવશે. વિદ્યાર્થીઓ
NTAની સત્તાવાર વેબસાઇટ nta.ac.in
પર વિગતવાર સમયપત્રક ચકાસી શકે છે.
નોટિસમાં NTA દ્વારા
સ્પષ્ટતા કરવામાં આવી છે કે અનેક બોર્ડ
પરીક્ષાની
તારીખ સાથે જેઈઈની
પરીક્ષાની તારીખ ક્લેશ થઈ રહી હતી માટે વિદ્યાર્થીઓની માગણીઓને
ધ્યાનમાં રાખીને પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માત્ર સેશન-
1 પરીક્ષાની
તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
 પરીક્ષા માટે એપ્રિલના
પ્રથમ સપ્તાહમાં સિટી ઈન્ટિમેશન અને એપ્રિલના બીજા સપ્તાહમાં એક્ઝામ એડમિટ કાર્ડ
બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની લોગઈન ડિટેઈલ્સની મદદથી એડમિટ કાર્ડ મેળવી
શકશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે
, કોઈ પણ અન્ય અપડેટ્સ માટે વિદ્યાર્થીઓ સત્તાવાર
વેબસાઈટ
  jeemain.nta.nic.in જોતા રહે

Advertisement


શૈક્ષણિક
વર્ષ
2022-23 માટે
JEE (મુખ્ય) - 2021 સત્ર - 1 માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન, વિદ્યાર્થીઓ
દ્વારા
JEE (મેઇન) - 2022 ના સત્ર 1
ની તારીખોમાં ફેરફારની માંગ સતત કરવામાં આવી રહી હતી. જેના માટે
સોશિયલ સાઈટ પર અભિયાન પણ શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓની માંગને કારણે નેશનલ
ટેસ્ટિંગ એજન્સીએ
JEE (મેઈન) - 2022 સત્ર
1ની તારીખોમાં ફેરફાર કર્યો છે. નવા સમયપત્રક મુજબ,
JEE મેઇન 2022ની પરીક્ષા 21, 24, 25,
29 એપ્રિલ અને 1 મેના રોજ લેવામાં આવશે. 
ઉમેદવારો
એપ્રિલ
2022 ના
બીજા અઠવાડિયાથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું શરૂ કરી શકે છે. ઉમેદવારોને વધુ
વિગતો અને અપડેટ્સ માટે
NTAની સત્તાવાર વેબસાઇટ www.nta.ac.in
અને jeemain.nta.nic.in ની મુલાકાત લેતા
રહેવાની સલાહ આપવામાં આવે છે.
JEE (મુખ્ય) - 2022 સંબંધિત વધુ વિગતો માટે, ઉમેદવારો 011-
40759000/011-69227700 પર સંપર્ક કરી શકે છે અથવા jeemain@nta.ac.in
પર ઇમેઇલ કરી શકે છે. 

Advertisement


નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઉમેદવારો માટે ઘણી
પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરે છે.
NTA દ્વારા JEE પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવે છે. ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા
માટે
JEE પરીક્ષા લેવામાં આવે છે. ગત જેઈઈ મેઈન્સ 2022 પરીક્ષાના કાર્યક્રમ અનુસાર, એનટીએ 16, 17, 18, 19, 20, 21 એપ્રિલ 2022ને જેઈઈ મેઈન્સ સત્ર 1 નિર્ધારિત કર્યો હતો. જેઈઈ
મેઈન્સ
2022 રજીસ્ટ્રેશન સત્તાવાર વેબસાઈટ પર પહેલાથી જ ચાલી
રહ્યું છે. અને જેઈઈ મેઈન્સ
2022 પરીક્ષા માટે અરજી કરવાની
અંતિમ તારીખ
31 માર્ચ 2022 છે. અહીં
ધ્યાન આપવા જેવી બાબત એ છે કે
, જેઈઈ મેઈન્સના સંપાદનની
જોગવાઈ રાખી નથી.

Advertisement

 

Tags :
Advertisement

.