Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કંગનાને માફ કરવાના મૂડમાં નથી જાવેદ અખ્તર કહ્યું- તમે જે શરૂ કર્યું છે તે તમારે પૂરું કરવું પડશે

જાવેદ અખ્તર ભાગ્યે જ કોઈની સાથે વિવાદમાં પડવાનું પસંદ કરે છે. પરંતુ કંગના રનૌત દ્વારા આપવામાં આવેલા ખોટાં  નિવેદનોને તે માફ કરશે નહીં. તેમણે કંગના સામે માનહાનિનો કેસ લડવાનું ચાલુ રાખ્યું છે. આ કેસની સુનવણી માટે બોલિવૂડના દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તર આજે એટલે કે 7મી એપ્રિલે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે અહીં કંગના રનૌત વિરુદ્ધ ફરિયાદ સંભળાવવાંમાં આવી હતી. જોકે, મ
કંગનાને માફ કરવાના મૂડમાં નથી જાવેદ અખ્તર કહ્યું  તમે જે શરૂ કર્યું છે તે તમારે પૂરું કરવું પડશે
જાવેદ અખ્તર ભાગ્યે જ કોઈની સાથે વિવાદમાં પડવાનું પસંદ કરે છે. પરંતુ કંગના રનૌત દ્વારા આપવામાં આવેલા ખોટાં  નિવેદનોને તે માફ કરશે નહીં. તેમણે કંગના સામે માનહાનિનો કેસ લડવાનું ચાલુ રાખ્યું છે. આ કેસની સુનવણી માટે બોલિવૂડના દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તર આજે એટલે કે 7મી એપ્રિલે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે અહીં કંગના રનૌત વિરુદ્ધ ફરિયાદ સંભળાવવાંમાં આવી હતી. જોકે, મેજિસ્ટ્રેટ રજા પર હોવાથી આજે સુનાવણી થઈ શકી ન હતી. 
બાદમાં મીડિયા સાથે વાત કરતા જાવેદ અખ્તરે કહ્યું કે, 'હું દરેક વખતે આવવાનો પ્રયત્ન કરું છું. જે શરૂ કરવામાં આવ્યું છે તે પૂર્ણ કરવું પડશે. જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે આજે તેમની હાજરી કોર્ટે નોંધી છે. તેથી હવે તેઓ ઘરે જઈ શકે છે. સાથે જ તેમને આગામી સુનાવણીની તારીખ નજીક મેળવવાનો પ્રયાસ કરાશે.
આગામી સુનાવણી 2 મેના રોજ થશે
અખ્તરની ફરિયાદના કેસની સુનાવણી હવે અંધેરીની 10મી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં 2 મેના રોજ થશે. બીજી તરફ કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ અપીલ કરી છે કે અભિનેત્રી પોતે કોર્ટમાં ન આવે. તેઓ તેમના વકીલો દ્વારા જ કેસ રજૂ કરી શકે. સાથે જ, જાવેદના વકીલ ભારદ્વાજે કહ્યું કે અખ્તર દ્વારા કંગના વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ બાદ આ કેસમાં જાવેદ અખ્તર, કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ આવ્યા હતા. તેથી કંગનાને હવે જે પણ કહેવું છે, તે પોતે કોર્ટમાં આવીને કહી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.