ગુજરાતમાં દારૂબંધી વચ્ચે કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ જનતા રેડ કરી દારૂ ઝડપી પાડ્યો
એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બીજી તરફ વાવનાં કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં જ દારૂ પકડી પડ્યો છે. ગુજરાતની પોલિસ ન કરીશકી એ કામ કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું છે. ગેનીબેન ઠાકોરે રાત્રે ત્રણ વાગે જનતા સાથે રેડ કરી ભાભર થી કોતરવાડા જતી કેનાલ પર થી દારૂ ઝડપ્યો છે. વિધાનસભામાં કહી હતી આ વાત બે દિવસ પહેલા ગીનીબેન ઠાકોરે વિધાન સભામાં વિનુ સિંધી નામના બુટલેગરની રજà
એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બીજી તરફ વાવનાં કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં જ દારૂ પકડી પડ્યો છે. ગુજરાતની પોલિસ ન કરીશકી એ કામ કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું છે. ગેનીબેન ઠાકોરે રાત્રે ત્રણ વાગે જનતા સાથે રેડ કરી ભાભર થી કોતરવાડા જતી કેનાલ પર થી દારૂ ઝડપ્યો છે.
વિધાનસભામાં કહી હતી આ વાત
બે દિવસ પહેલા ગીનીબેન ઠાકોરે વિધાન સભામાં વિનુ સિંધી નામના બુટલેગરની રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે વિનુ સિંધી ગુજરાતમાં દારુ ઘુસાડવાનું કામ કરે છે. તેની પણ સામે પણ યોગ્ય કાર્યવાહી થવી જોઇએ.
ગેનીબેન ઠાકોરે યુવાનો ને સાથે રાખી રેડ કરી દારુ પકડી પાડતાં પોલીસ પર પણ સવાલ ઉઠે છે. આ ઉપરાંત વિનુ સિંધીના નામજોગ વિધાનસભામાં ચર્ચા કર્યા બાદ વિનુ સિંધીના અડ્ડા પર રેડ કરતા પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બીજી તરફ આ દારૂ કોની રહેમ નજરે ગુજરાતમાં આવ્યો અને કોને વેચવામાં આવવાનો હતો તે તમામ સવાલોનો પોલીસે સામનો કરવો પડશે.
Advertisement