Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જામનગર બનશે 'WHO'નું પારંપરિક દવાઓનું વૈશ્વિક કેન્દ્ર !

ગુજરાતનું જામનગર હવે પારંપરીક દવાઓ માટે 'WHO'નું વૈશ્વિક કેન્દ્ર બનશે. તે માટે કેન્દ્ર સરકારના આયુષ વિભાગ અને WHO વચ્ચે 25 માર્ચે જિનીવામાં સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. વિશ્વ આરોગ્ય સંગઠન અને ભારત સરકાર વચ્ચે આ સમજૂતી થઇ છે. 21 એપ્રિલે ઉદ્ધાટનની શકયતા આ કેન્દ્રનું વિધીવત ઉદ્ઘાટન 21 એપ્રીલે થાય તેવી શકયતા છે. ભારત સરકાર આ કેન્દ્ર માટે 25 કરોડ ડોલરનો ખર્ચો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'WHO'
જામનગર બનશે  who નું પારંપરિક દવાઓનું વૈશ્વિક કેન્દ્ર
ગુજરાતનું જામનગર હવે પારંપરીક દવાઓ માટે 'WHO'નું વૈશ્વિક કેન્દ્ર બનશે. તે માટે કેન્દ્ર સરકારના આયુષ વિભાગ અને WHO વચ્ચે 25 માર્ચે જિનીવામાં સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. વિશ્વ આરોગ્ય સંગઠન અને ભારત સરકાર વચ્ચે આ સમજૂતી થઇ છે. 

21 એપ્રિલે ઉદ્ધાટનની શકયતા 
આ કેન્દ્રનું વિધીવત ઉદ્ઘાટન 21 એપ્રીલે થાય તેવી શકયતા છે. ભારત સરકાર આ કેન્દ્ર માટે 25 કરોડ ડોલરનો ખર્ચો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'WHO' અને ભારત સરકાર વચ્ચે થયેલા હોસ્ટ કન્ટ્રી એગ્રીમેન્ટનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમને આશા છે કે ગુજરાતમાં બની રહેલા 'WHO'નું નવું વૈશ્વિક કેન્દ્ર વિશ્વને બહેતર અને સસ્તી ચિકિત્સા ઉપલબ્ધ કરાવામાં મદદ કરશે. 
Advertisement


'WHO' એ કેન્દ્ર સરકારનો આભાર માન્યો 
વિશ્વ આરોગ્ય સંગઠને પણ કહ્યું હતું કે આ નવું વૈશ્વિક કેન્દ્ર પારંપરિક દવાઓ અને ચિકિત્સા પદ્ધતિઓ પર આધુનિક સંશોધનમાં સહાયતા આપશે. વિશ્વના લાખો લોકો બિમારીઓમાં ઇલાજ કરાવવામાં પારંપરીક દવાઓનો પહેલા ઉપયોગ કરે છે, જેથી તેમની કોશિશ રહેશે કે વૈજ્ઞાનિક આધારો પર પારંપરિક દવાઓને વધારે પ્રભાવ પડશે. તેમણે આ કેન્દ્રની સ્થાપના કરવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો. 

વિશ્વની 80 ટકા વસતી પારંપરિક દવાનો ઉપયોગ કરે છે
વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે વિશ્વની 80 ટકા વસતી પારંપરિક દવાઓનો ઉપયોગ કરે છે. સાથે યુએનના 194 દેશોમાંથી 170 દેશોએ પોતાને ત્યાં ઉપયોગમાં લેવાતી પારંપરિક દવા અને ચિકિત્સા પધ્ધતીઓને વધુ અસરકારક બનાવવા માટે હૂની મદદ માંગી હતી. આધુનિક ચિકિત્સા પદ્ધતીમાં ઉપયોગમાં લેવાતી દવાઓમાંથી 40 ટકા એવી દવા છે જે પાકૃતિક ઉત્પાદકોથી જ પ્રાપ્ત  થાય છે. 
Tags :
Advertisement

.