જમ્મુ-કાશ્મીરના DG જેલ એચકે લોહિયાનું ગળું કાપીને કરાઇ હત્યા, પોલીસને નોકર પર શંકા
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત લોહિયા (Hemant Lohia)ની તેમના નિવાસસ્થાને ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં લોહિયાનું ગળું તીક્ષ્ણ હથિયાર વડે ચીરી નાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ મૃતદેહને સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. ઘટના બાદ ઘરનો નોકર ફરાર છે. પોલીસને આ હત્યા પાછળ તે જ હોવાની આશંકા છે. હેમંત લોહિયાની તેમના નિવાસસ્થાન
Advertisement

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત લોહિયા (Hemant Lohia)ની તેમના નિવાસસ્થાને ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં લોહિયાનું ગળું તીક્ષ્ણ હથિયાર વડે ચીરી નાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ મૃતદેહને સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. ઘટના બાદ ઘરનો નોકર ફરાર છે. પોલીસને આ હત્યા પાછળ તે જ હોવાની આશંકા છે.
હેમંત લોહિયાની તેમના નિવાસસ્થાને કરાઈ હત્યા
જમ્મુ-કાશ્મીરથી એક ચોંકાવનારા અને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં DG જેલ એચકે લોહિયા ઘરમાં જ મૃત હાલતમાં મળી આવ્યા છે, જે બાદ પ્રશાસનમાં ખળભળાટ મચી ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, DG જેલની હત્યા બાદથી તેમનો નોકર ફરાર છે. અહેવાલો અનુસાર, જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત લોહિયાની તેમના નિવાસસ્થાને હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પોલીસને તેમના ઘરેલુ હેલ્પર એટલે કે નોકર પર શંકા છે. અધિક પોલીસ મહાનિર્દેશક (જમ્મુ) મુકેશ સિંહે જણાવ્યું હતું કે, 1992 બેચના આઈપીએસ અધિકારી હેમંત લોહિયા (52 વર્ષ) શહેરની બહારના ભાગમાં આવેલા તેમના ઉદયવાલા નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસને નોકર પર શંકા
માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તો તેમનું ગળું કપાપેલું હતું. ક્રાઈમ સીન પર પ્રાથમિક દૃષ્ટિએ હત્યા શંકાસ્પદ જણાઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન રાજ્યમાં એક મોટા અધિકારીની હત્યા કરવામાં આવી છે. જે ખૂબ જ ચોંકાવનારી ઘટના છે. આ મામલે પોલીસને નોકર પર શંકા છે. હાલમાં હેમંત લોહિયાનો નોકર ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે. ફોરેન્સિક અને ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ટીમે લોહિયાના ઘરનું પણ ઈન્સ્પેક્શન કર્યું હતું.
જેલના મહાનિર્દેશક તરીકે બઢતી
ઉલ્લેખનીય છે કે, લોહિયાને ઓગસ્ટમાં કેન્દ્રશાસિત પ્રદેશના જેલના મહાનિર્દેશક તરીકે બઢતી અને નિયુક્ત કરવામાં આવ્યા હતા. અધિક પોલીસ મહાનિર્દેશક (જમ્મુ ઝોન) મુકેશ સિંહે જણાવ્યું હતું કે 1992 બેચના IPS અધિકારી લોહિયા (52) શહેરની બહારના ભાગમાં આવેલા તેમના ઉદયવાલા નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું અને શરીર પર દાઝવાના નિશાન પણ હતા.
Advertisement