Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નાચતા નાચતા આવી ગયું મોત, જુઓ Video LIVE

એક બાજુ જ્યાં આખા દેશમાં ગણેશની ધૂમ છે ત્યાં બીજી બાજુ દેશમાં અનેક ભાગોમાં ડાન્સ કલાકારોના મંચ પર મોતની ઘટનાઓ સતત વધી રહી છે. હવે તાજો મામલો જમ્મુથી આવ્યો છે જ્યાં સ્ટેજ પર માતા પાર્વતી બનીને ડાન્સ કરી રહેલા યુવક યોગેશ ગુપ્તા અચાનક સ્ટેજ પર પડી જાય છે અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના વીડિયોમાં કંડારાઈ જાય છે અને વીડિયો હાલ વાયરલ  થયો છે. ગામડામાં રાત્રિ જાàª
નાચતા  નાચતા  આવી  ગયું  મોત  જુઓ video live
Advertisement
એક બાજુ જ્યાં આખા દેશમાં ગણેશની ધૂમ છે ત્યાં બીજી બાજુ દેશમાં અનેક ભાગોમાં ડાન્સ કલાકારોના મંચ પર મોતની ઘટનાઓ સતત વધી રહી છે. હવે તાજો મામલો જમ્મુથી આવ્યો છે જ્યાં સ્ટેજ પર માતા પાર્વતી બનીને ડાન્સ કરી રહેલા યુવક યોગેશ ગુપ્તા અચાનક સ્ટેજ પર પડી જાય છે અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના વીડિયોમાં કંડારાઈ જાય છે અને વીડિયો હાલ વાયરલ  થયો છે. 
ગામડામાં રાત્રિ જાગરણનું આયોજન કરાયું હતું. ભજન અને કિર્તનની સાથે સાથે કલાકાર દેવી દેવતાઓનું સ્વરૂપ ધરીને રજૂઆત કરી રહ્યા હતા. સમગ્ર માહોલ ભક્તિમય હતો. આ દરમિયાન મંચ પર દેવી પાર્વતીનો વેશ ધરીને જમ્મુના સવારી રહીશ 20 વર્ષના કલાકાર યોગેશ ગુપ્તા નૃત્ય કરી રહ્યા હતા ને શિવ સ્તુતિ તે સમયે ગવાઈ રહી હતી. 
Advertisement

નાચતા નાચતા યોગેશને છાતીમાં દુખાવો થયો અને તે બેભાન થઈને ઢળી પડ્યો. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો તેને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તે ઉઠતો નથી. ત્યાં હાજર લોકો તો આ સમગ્ર બનાવને સાચું માની શક્યા નહીં અને કાર્યક્રમનો એક ભાગ સમજીને તાળીઓ પાડતા રહ્યા. 
આ દરમિયાન શિવનું પાત્ર ભજવનારા કલાકારે જ્યારે જોયું તો તે તરત મંચ પર પહોંચ્યા અને યોગેશને સંભાળવાનો પ્રયત્ન કર્યો અને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. સ્થિતિ જોઈ ડીજે બંધ કરાવવામાં આવ્યું. સ્થિતિ સંભાળી ત્યાં સુધીમાં તો યોગેશનું મોત થઈ ચૂક્યું હતું. ગ્રામીણોના જણાવ્યાં મુજબ બધુ એટલું અચાનક થયું કે કોઈને સમજમાં ન આવ્યું. તેમણે કહ્યું કે કલાકાર સંપૂર્ણ સ્વસ્થ હતો અને લોકો તેની પ્રસ્તુતિથી ખુબ રોમાંચિત હતા. અમે કઈ સમજીએ ત્યાં સુધીમાં તો તેના હ્રદયના ધબકારા બંધ થઈ ગયા હતા. 
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Vikram Thakor : રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે વિક્રમ ઠાકોરનો મોટો ખુલાસો

featured-img
video

Gujarat First ફરી એકવાર બન્યું પીડિતોનો અવાજ, પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા

featured-img
video

કલાકાર Vikram Thakor નો મોટો ધડાકો, હવે રાજનીતિમાં એન્ટ્રી પાક્કી?

featured-img
video

Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં શક્તિશાળી ભૂકંપથી તબાહી

featured-img
video

Gandhinagar : સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓનો વિરોધ યથાવત

featured-img
video

Health Worker Strike : Gandhinagar માં આરોગ્ય કર્મચારીઓનો વિરોધ યથાવત

Trending News

.

×