પુલવામામાં આતંકવાદીઓના હુમલામાં એક જવાન શહિદ, એક ઘાયલ
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુલવામામાં (Pulwama) આતંકી હુમલાની ઘટના ઘટી છે. પુલવામાના પિંગલાનામાં CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહિદ થયા હતા અને CRPFનો એક જવાન ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે વધારાનું દળ પણ મોકલી દેવાયું છે અને વિસ્તારને કોર્ડન કરી દીધો છે.એક જવાન શહિદ, એક ઘાયલપુલવામામાં CRPF પર હુમલો કરનારા આતંકીઓ બાઇક પર સવાર હતા. આ આતંકવàª
11:45 AM Oct 02, 2022 IST
|
Vipul Pandya
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુલવામામાં (Pulwama) આતંકી હુમલાની ઘટના ઘટી છે. પુલવામાના પિંગલાનામાં CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહિદ થયા હતા અને CRPFનો એક જવાન ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે વધારાનું દળ પણ મોકલી દેવાયું છે અને વિસ્તારને કોર્ડન કરી દીધો છે.
એક જવાન શહિદ, એક ઘાયલ
પુલવામામાં CRPF પર હુમલો કરનારા આતંકીઓ બાઇક પર સવાર હતા. આ આતંકવાદીઓ બાઇક પર આવ્યા અને CRPF ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ આતંકી હુમલામાં એક જવાન ઘાયલ થયા હતા, જ્યારે એક જવાન શહિદ થયા હતા. આ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સુરક્ષા દળો બાઇક અને અન્ય વાહનોની તપાસ કરી રહ્યાં છે.
પોલીસનું ટ્વીટ
કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ પુલવામાના પિંગલાના ખાતે CRPF અને પોલીસની સંયુક્ત ટીમ પર ગોળીબાર કર્યો. આ હુમલામાં, 01 પોલીસ કર્મચારીઓ શહીદ થયા અને 01 CRPF જવાન ઘાયલ થયા. સૈન્યદળ મોકલવામાં આવ્યું. વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહ્યો છે.
શોપિયામાં આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સતત ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરના શોપિયાં અને પુલવામામાં આતંકીઓ સાથે એન્કાઉન્ટર થયાં છે. પુલવામામાં જ્યાં સેનાનો એક જવાન શહીદ થયા છે ત્યા શોપિયાંમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નસીર અહેમદ ભટ્ટ લશ્કરનો આતંકી હતો.
Next Article