Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પુલવામામાં ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન સુરક્ષા દળો પર આતંકી હુમલો, ASI શહીદ

રવિવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષાદળોની ટીમ પર હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં CRPFનો એક જવાન શહીદ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પોલીસ અને સીઆરપીએફના જવાનો બ્લોક પર ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળોની ટીમ પર હુમલો કર્યો હતો. ઘટના ગોંગુ ક્રોસિંગ વિસ્તારની જણાવવામાં આવી રહી છે. આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ મોરચો સંભાળી લીધો છે
પુલવામામાં ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન સુરક્ષા દળો પર આતંકી હુમલો  asi શહીદ
Advertisement

રવિવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં
આતંકવાદીઓએ સુરક્ષાદળોની ટીમ પર હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં
CRPFનો એક જવાન શહીદ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પોલીસ
અને સીઆરપીએફના જવાનો બ્લોક પર ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા
દળોની ટીમ પર હુમલો કર્યો હતો. ઘટના ગોંગુ ક્રોસિંગ વિસ્તારની જણાવવામાં આવી રહી
છે.

Advertisement

Advertisement

આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ મોરચો
સંભાળી લીધો છે અને આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અને
CRPFની એક સંયુક્ત ટીમ રવિવારે બપોરે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં
ગોંગુ ક્રોસિંગ પાસેના સર્કુલર રોડ પર ચેકિંગમાં રોકાયેલી હતી. આ દરમિયાન આતંકીઓએ
હુમલો કર્યો હતો જેમાં
CRPFના ASI શહીદ થયા હતા.


જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા જણાવવામાં
આવ્યું હતું કે
, આતંકવાદીઓએ ક્રોસિંગની નજીક સ્થિત
સફરજનના બગીચામાંથી ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન
CRPFના ASI વિનોદ કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા.
જણાવવામાં આવ્યું હતું કે ઘાયલ વિનોદ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
,
જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો
છે.

Tags :
Advertisement

.

×