રૂબિયા સઈદે કોર્ટમાં કહ્યું, યાસીન મલિકે મારું અપહરણ કર્યું હતું
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી
મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદે જેકેએલએફના વડા યાસીન મલિકને અપહરણકર્તા
તરીકે ઓળખાવ્યો છે. રૂબિયા સઈદ 1989ના અપહરણ કેસની સુનાવણીમાં પહેલીવાર કોર્ટમાં હાજર થઈ હતી.
રૂબિયાએ કોર્ટમાં જણાવ્યું કે 1989માં યાસીન મલિક અને ત્રણ લોકો સાથે તેનું અપહરણ કરવામાં આવ્યું
હતું.
તમને જણાવી દઈએ કે આ અપહરણના સમાચારે આખા
દેશમાં હલચલ મચાવી દીધી હતી. રૂબિયાને મુક્ત કરવા માટે તે સમયે 5 ખતરનાક આતંકવાદીઓને
બદલામાં છોડવા પડ્યા હતા. 1990થી આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ આ કેસમાં રૂબિયાને સાક્ષી
બનાવી હતી. યાસીન મલિક હાલમાં આતંકવાદીઓને ફંડિંગ કરવાના ગુનામાં આજીવન કેદની સજા
ભોગવી રહ્યો છે.
1989 kidnapping case | The statement of witness Rubaiya Sayeed (sister of PDP chief Mehbooba Mufti) was recorded in court today. She has identified (Yasin Malik). 23rd August is the next date of hearing. She has identified 4 accused in total: Monica Kohli, CBI lawyer pic.twitter.com/tJFy1GoMKi
— ANI (@ANI) July 15, 2022
મામલો શું હતો ?
જમ્મુ-કાશ્મીરમાં 90ના દાયકામાં આતંકવાદ
ચરમસીમાએ હતો. તે જ સમયે તત્કાલિન કેન્દ્રીય ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની
પુત્રી રૂબિયા સઈદનું અપહરણ કરવામાં આવ્યું હતું. મુફ્તી મોહમ્મદ સઈદ
જમ્મુ-કાશ્મીરના મોટા નેતા હતા અને બાદમાં તેઓ મુખ્યમંત્રી પણ બન્યા હતા. પરંતુ 1989માં કેન્દ્રીય
ગૃહમંત્રીની પુત્રીના અપહરણના સમાચાર સમગ્ર દેશ માટે એક મોટો પડકાર બની ગયો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીની પુત્રીને બચાવવા માટે સરકારે પૂરી તાકાત લગાવી દીધી. બાદમાં
રૂબિયાને મુક્ત કરવા માટે સરકારે 5 આતંકવાદીઓને છોડવા પડ્યા હતા. આ સમગ્ર
ઘટનામાં JKLF નેતા યાસીન
મલિક મુખ્ય સૂત્રધાર હતો જે ઘાટીમાં અલગતાવાદ ફેલાવી રહ્યો હતો.
યાસીન મલિક હાલમાં આતંકવાદીઓને ફંડિંગ
કરવાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. જો કે તેની સામે મોટી ઘટનાને અંજામ
આપવાનો કેસ ચાલી રહ્યો છે. તે જાન્યુઆરી 1990માં શ્રીનગરના રાવલપોરામાં થયેલા આતંકવાદી
હુમલા સાથે સંબંધિત છે. આતંકવાદીઓએ એરફોર્સના જવાનો પર ગોળીબાર કર્યો, જેમાં એક મહિલા સહિત
40ને ગંભીર ઈજાઓ થઈ
અને ચાર આઈએએફ જવાનો શહીદ થયા.