Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શોપિયાંમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા, બે જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. મળતી માહિતી મુજબ શોપિયાના બડગામના જૈનપુરા વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી છે. આ માહિતી બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે આ એન્કાઉન્ટર સાથે જોડાયેલી અન્ય એક ઘટનામાં સેનાના બે જવાન શહીદ થયા છે. જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા હોવાની મ
12:10 PM Apr 14, 2022 IST | Vipul Pandya

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો
વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
મળતી માહિતી મુજબ શોપિયાના બડગામના જૈનપુરા વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી છે. આ માહિતી બાદ સુરક્ષા દળોએ
ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે
આ એન્કાઉન્ટર સાથે જોડાયેલી અન્ય એક ઘટનામાં સેનાના બે જવાન શહીદ થયા
છે.
જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા હોવાની
માહિતી સામે આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે
44 આરઆર ચૌગામ કેમ્પમાંથી સૈનિકોને લઈને એક સુમો બુડીગામ ખાતે
એન્કાઉન્ટર સ્થળ તરફ જઈ રહી હતી. જ્યારે ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા અકસ્માત
સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર જવાન ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને શોપિયાં જિલ્લા
હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન 2 લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે બાકીના
બે ઘાયલ જવાનોને શ્રીનગરની
92 બેઝ આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા છે.

javascript:nicTemp();

હાલમાં દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે
એન્કાઉન્ટરના સમાચાર સામે આવી રહ્યા છે. સુરક્ષા દળો ઉપરાંત આતંકવાદીઓ ઘાટીમાં
સામાન્ય લોકોને પણ નિશાન બનાવી રહ્યા છે.
13 એપ્રિલના રોજ આતંકવાદીઓએ સ્થાનિક ડ્રાઈવર સતીશ કુમાર સિંહની ગોળી
મારીને હત્યા કરી હતી. સતીશ કુલગામના કુકરાનનો રહેવાસી હતો. પોલીસે કહ્યું કે તેઓએ
વિસ્તારને કોર્ડન કરી લીધો છે. પોલીસે કહ્યું છે કે આ ભયાનક ગુનામાં સંડોવાયેલા
આતંકવાદીઓનો ટૂંક સમયમાં ખાત્મો કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે આતંકવાદીઓને
શોધી કાઢવા માટે તેમને સતત શોધી રહ્યા છીએ.

 

આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ગોટપોરા ખાતે તજમુલ મોહિઉદ્દીન નામના
વ્યક્તિને ગોળી મારી હતી. મોહિઉદ્દીન પર તેના ઘર પાસે હુમલો કરવામાં આવ્યો હતો.
ગોળી વાગ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો
. પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. આ
પહેલા રવિવારે પણ એક પરપ્રાંતિય મજૂર
જે સુથારનું કામ કરે છે. તેને આતંકવાદીઓએ ગોળી મારી હતી. આ ઘટના પુલવામા જિલ્લામાં બની હતી.

Tags :
EncounterGujaratFirstJammuAndKashmirJammuandKashmirxShopian
Next Article