સેનાને મળી મોટી સફળતા, હિઝબુલ મુજાહિદ્દીનનો ટોચનો કમાન્ડર નિસાર ખાંડે ઠાર
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના રેશીપોરા ગામમાં સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના આતંકવાદી નિસાર ખાંડેને ઠાર માર્યો હતો. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલનો ટોચનો કમાન્ડર ખાંડે માર્યો ગયો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોને એન્કાઉન્ટર વિસ્તારમાંથી બહાર કાઢવાના પ્રયાસમાં બે જવાનો પણ ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષà
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના રેશીપોરા ગામમાં સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના આતંકવાદી નિસાર ખાંડેને ઠાર માર્યો હતો. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલનો ટોચનો કમાન્ડર ખાંડે માર્યો ગયો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોને એન્કાઉન્ટર વિસ્તારમાંથી બહાર કાઢવાના પ્રયાસમાં બે જવાનો પણ ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ નિસાર ખાંડે પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે લગભગ 7.15 કલાકે ઋષિપોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી પોલીસ, સેના અને CRPFએ સંયુક્ત ઓપરેશન ચલાવવાની રણનીતિ બનાવી અને સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકીએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ પછી બંને તરફથી એન્કાઉન્ટર શરૂ થઈ ગયું.
સ્થાનિકોને બહાર કાઢવાના પ્રયાસમાં સેનાના ત્રણ જવાન પણ ઘાયલ થયા હતા. સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તમામ ઘાયલ જવાનોને તાત્કાલિક શ્રીનગરની બેઝ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળોએ આતંકીનો મૃતદેહ મેળવી લીધો છે. આતંકવાદીની ઓળખ નિસાર ખાંડે તરીકે થઈ છે જે 2018થી સક્રિય હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નિસાર કાશ્મીરી યુવાનોને આતંકવાદી બનાવવા માટે ઉશ્કેરતો હતો. આ સિવાય તેણે ઘાટીમાં ઘણી આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો.
Advertisement