જય શાહ અને હાર્દિક પંડ્યાએ 'ગુજરાત ટાઈટન્સ' ટીમની જર્સી કરી લોન્ચ, જુઓ Photos

આઈપીએલ 2022નું શિડ્યુલ બીસીસીઆઈ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના
કુલ 4 મેદાન
પર આઈપીએલના 70 મુકાબલા
ખેલાશે. આઈપીએલ 2022ની
પહેલી મેચ 26મી
એપ્રિલેના રોજ સાંજે 7.30 વાગ્યે
ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
આ વખતે
આઈપીએલમાં બે ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક ગુજરાત ટાઈટન્સ અને બીજી લખનૌ
સુપર. ગુજરાત ટાઈટન્સની ટીમે રવિવારે વિશ્વના
સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ખાસ જર્સી લોન્ચ ઈવેન્ટનું આયોજન કર્યું છે. આ
ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગુજરાત ટાઈટન્સની ઓફિશિયલ જર્સી લોન્ચ કરવામાં આવી હતી. તમને
જણાવી દઈએ કે જય શાહ અને હાર્દિક પંડ્ય દ્વારા ટીમની જર્સી લોન્ચ કરવામાં આવી છે. ટીમની જર્સી ડાર્ક બ્લૂ કલરની છે જેમાં ડાબી બાજુ ગુજરાત ટાઈટન્સનો લોગો છે. શોલ્ડર પાસે વિવિધ સ્પોન્સર્સના ટેગ લગાડવામાં
આવ્યા છે. તો બીજી બાજુ જોવા જઈએ તો જર્સી પર સ્કાય બ્લૂ કલરની ઝીગ-ઝેગ ડિઝાઈન
જોવા મળે છે. જ્યારે ગળાના ભાગ બાજુ 2 થંડરના સિમ્બોલ વાળી સ્કાય બ્લૂ
ડિઝાઈન પ્રિન્ટ કરાયેલી દેખાઈ રહી છે.
IPLમાં ધીરજ રાખવી ઘણી જરૂરી છે. આ અંગે હાર્દિકે જણાવ્યું
કે હું મેચ રમતો હોઉ ત્યારે ઘણી ધીરજ રાખતો હોઉ છું. જોકે આના માટે મને મારા પુત્ર
અગસ્ત્યથી ઘણી શીખ મળે છે. હું એને દરરોજ ધીરજ રાખતા શીખવાડું છું અને તે મને. આવી
રીતે જ હું IPLમાં પણ મારા પ્રદર્શન પર ધ્યાન આપતો રહીશ.
આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ
ગુજરાત ટાઈટન્સની યુટ્યુબ ચેનલ પર થયું હતું. ઉપરાંત સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સની
ટીમના સભ્યો રિદ્ધિમાન સાહા,
વરુણ આરોન, વિજય શંકર, યશ દયાલ, દર્શન નાલકંદે, અભિનવ મનોહર
અને બી સાંઈ સુદર્શન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત ટાઇટન્સના
ખેલાડીઓની સંપૂર્ણ યાદી
ક્રમ | ખેલાડી | કેટલામાં ખરીદ્યો |
1 | હાર્દિક પંડ્યા | 15 કરોડ |
2 | રાશિદ ખાન | 15 કરોડ |
3 | શુભમન ગિલ | 8 કરોડ |
4 | મોહમ્મદ શમી | 6.25 કરોડ |
5 | જેસન રોય | 2 કરોડ |
6 | લોકી ફર્ગ્યુસન | 10 કરોડ |
7 | અભિનવ સદારંગની | 2.60 કરોડ |
8 | રાહુલ તેવટિયા | 9 કરોડ |
9 | નૂર અહમદ | 30 લાખ |
10 | આર.સાઈ કિશોર | 3 કરોડ |
11 | ડોમિનીક ડ્રેક્સ | 1 કરોડ 10 લાખ |
12 | જયંત યાદવ | 1 કરોડ 70 લાખ |
13 | વિજય શંકર | 1 કરોડ 40 લાખ |
14 | યશ દયાલ | 3 કરોડ 20 લાખ |
15 | દર્શન નાલકાન્ડે | 20 લાખ |
16 | અલ્ઝારી જોસેફ | 2 કરોડ 40 લાખ |
17 | પ્રદિપ સાંગવાન | 20 લાખ |
18 | ડેવિડ મિલર | 3 કરોડ |
19 | રિદ્ધિમાન સાહા | 1 કરોડ 90 લાખ |
20 | મેથ્યૂ વેડ | 2 કરોડ 40 લાખ |
21 | ગુરકિરત સિંહ | 50 લાખ |
22 | વરુણ એરોન | 50 લાખ |
23 | સાઈ | 20 લાખ |