ઉપરાષ્ટ્રપતિ પદ માટે જગદીપ ધનખડે ભર્યું ફોર્મ
એનડીએ વતી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે ઉમેદવારી નોંધાવી છે. સોમવારે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી માટે ફોર્મ ભર્યું હતું. જગદીપ ધનખડની નોમિનેશન પ્રક્રિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય ભાજપના નેતાઓ હાજર રહ
એનડીએ વતી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે ઉમેદવારી નોંધાવી છે. સોમવારે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી માટે ફોર્મ ભર્યું હતું.
જગદીપ ધનખડની નોમિનેશન પ્રક્રિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. નોમિનેશન પ્રક્રિયા બાદ જગદીપ ધનખડે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, "મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે એક દિવસ હું ઉપરાષ્ટ્રપતિ પદ સુધી પહોંચીશ. તેણે કહ્યું કે મારો જન્મ એક ખેડૂતના ઘરમાં થયો છે અને ભારતની લોકશાહીની સુંદરતા એ છે કે આજે ખેડૂતનો પુત્ર ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બન્યો છે."
વર્ષ 2019માં ધનખડ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા હતા, ત્યારબાદ તેમની અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે સતત ટકરાવ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે તણાવ એ હદે વધી ગયો છે કે મમતાએ જગદીપને ટ્વિટર પર બ્લોક કરી દીધા છે. ધનખડ અને શાસક પક્ષ અને તેમના નેતા વચ્ચે અવારનવાર રાજ્યમાં ચૂંટણી પછીની હિંસા, ગૃહમાં પસાર કરાયેલા બિલોની મંજૂરીમાં વિલંબ ઉપરાંત ગૃહની કામગીરીમાં હસ્તક્ષેપ જેવા મુદ્દાઓ પર એકબીજા સાથે અથડામણ થતી હતી.
Advertisement
Advertisement