Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5,000 રન અને 400થી વધુ વિકેટ લેનારો જાડેજા બીજો ભારતીય ખેલાડી

ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શનિવારે તાબડતોડ બેટિંગ કરતા તેની ટેસ્ટ કેરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. આ મેચમાં તેણે 175 રન બનાવ્યા છે. તેની બેટિંગના દમ પર ભારતે 129.2 ઓવરમાં 574/8ના વિશાળ સ્કોર સુધી પહોંચી શક્યું છે. આ મેચમાં જાડેજાએ ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ ઇનિંગના દમ પર જાડેજા પૂર્વ કેપ્ટન કપિલ દેવની ક્લબમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. 5,000 રન અને 400થી વધુ વિકેટ લેનાર જાડà
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 000 રન અને 400થી વધુ વિકેટ લેનારો જાડેજા બીજો ભારતીય ખેલાડી
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શનિવારે તાબડતોડ બેટિંગ કરતા તેની ટેસ્ટ કેરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. આ મેચમાં તેણે 175 રન બનાવ્યા છે. તેની બેટિંગના દમ પર ભારતે 129.2 ઓવરમાં 574/8ના વિશાળ સ્કોર સુધી પહોંચી શક્યું છે. આ મેચમાં જાડેજાએ ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ ઇનિંગના દમ પર જાડેજા પૂર્વ કેપ્ટન કપિલ દેવની ક્લબમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. 
5,000 રન અને 400થી વધુ વિકેટ લેનાર જાડેજા બીજો ભારતીય ખેલાડી
જાડેજાને લોકો બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ઓળખે છે. પરંતુ અમુક લોકો જાણતા હશે કે તેણે તેના ફર્સ્ટ ક્લાસ કેરિયરમાં બેટિંગથી સૌ કોઇને પ્રભાવિત કર્યા છે. તે એકમાત્ર બેટ્સમેન છે કે જેણે રણજી ટ્રોફીમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી હોય. જોકે, હવે તેણે તેના બેટિંગનો દમ બતાવવાનું શરૂ કરી દીધુ છે. શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી ટીમને 574 રન સુધી પહોંચાડી છે. વળી જાડેજાએ પોતાની સદીના આધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5,000 રન પૂરા કર્યા છે. તે હવે કપિલ દેવ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5,000 રન અને 400થી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.
સાતમાં ક્રમે આવી કપિલ દેવનો તોડ્યો રેકોર્ડ
સાતમાં નંબર પર બેટિંગ કરતા જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમવાનો કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો. આ જ ક્રમ પર બેટિંગ કરતા કપિલ દેવે વર્ષ 1986માં કાનપુરમાં શ્રીલંકા સામે 163 રનની ઇનિંગ રમી હતી. પરંતુ સર જાડેજા મોહાલીમાં સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ રમવાના મામલે શિખર ધવન અને ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડવામાં ચૂકી ગયા. શિખર ધવને મોહાલીમાં તેની ડેબ્યૂ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 187 રન બનાવ્યા હતા. વળી, ગંભીરે વર્ષ 2008માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 179 રનની ઈનિંગ રમી હતી.
કપિલ દેવના ક્લબમાં પ્રવેશ
દરમિયાન, રવિન્દ્ર જાડેજા, ઓલરાઉન્ડર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5,000થી વધુ રન અને 400થી વધુ વિકેટ લેનાર કપિલ દેવ પછી બીજા ભારતીય બન્યો છે. જાડેજાએ શ્રીલંકા સામે મોહાલી ટેસ્ટના બીજા દિવસની રમતના અંત સુધી 248* મેચોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5,107 રન અને 469 વિકેટો લીધી છે. બીજી તરફ, કપિલ દેવે 356 મેચમાં 9,031 રન બનાવ્યા અને 687 વિકેટ લીધી.
Advertisement
Tags :
Advertisement

.