Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જેસન હોલ્ડરને પછાડી જાડેજા બન્યો ટેસ્ટ ઓલ રાઉન્ડર નંબર વન

IPL 2022 પહેલા CSK ખેલાડી રવિન્દ્ર જાડેજા માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના સૌથી ફિટ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ એકવાર ફરી નવી બુલંદી મેળવી છે. જીહા, તે ICC ટેસ્ટ ઓલ રાઉન્ડર રેન્કિંગમાં ફરી એકવાર નંબર 1 પર આવી ગયો છે. તેણે જેસન હોલ્ડરને પાછળ છોડી દીધો છે, જેણે જાડેજાને પાછળ છોડીને ગયા અઠવાડિયે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા એકવાર ફરી ICC ટેસ્ટ ઓલ રાઉન્ડરની રેનà
10:11 AM Mar 23, 2022 IST | Vipul Pandya
IPL 2022 પહેલા CSK ખેલાડી રવિન્દ્ર જાડેજા માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના સૌથી ફિટ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ એકવાર ફરી નવી બુલંદી મેળવી છે. જીહા, તે ICC ટેસ્ટ ઓલ રાઉન્ડર રેન્કિંગમાં ફરી એકવાર નંબર 1 પર આવી ગયો છે. તેણે જેસન હોલ્ડરને પાછળ છોડી દીધો છે, જેણે જાડેજાને પાછળ છોડીને ગયા અઠવાડિયે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા એકવાર ફરી ICC ટેસ્ટ ઓલ રાઉન્ડરની રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. ઈજાથી પરત ફર્યા બાદ તેણે મેદાન પર બોલિંગ અને બેટિંગથી સૌ કોઇને પ્રભાવિત કર્યા છે. રવિન્દ્ર જાડેજા તાજેતરની ટેસ્ટ ઓલ રાઉન્ડર રેન્કિંગમાં (23 માર્ચ 2022) 385 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને આવી ગયો છે. જ્યારે બીજા સ્થાને જેસન હોલ્ડર 357 રેટિંગ પોઈન્ટ સાથે છે. આ બે સિવાય ટેસ્ટ ઓલ રાઉન્ડર રેન્કિંગના ટોપ 10માં અન્ય કોઈ ખેલાડીના સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા કેટલાક દિવસોથી નંબર વન ઓલ રાઉન્ડર માટે રવિન્દ્ર જાડેજા અને કેરેબિયન સ્ટાર જેસન હોલ્ડર વચ્ચે સતત જંગ ચાલી રહ્યો છે. 
હોલ્ડરે ગયા અઠવાડિયે જાડેજાને પાછળ છોડી દીધો હતો પરંતુ આ અઠવાડિયે હોલ્ડર બીજા સ્થાને સરકી ગયો છે અને જાડેજા ફરીથી વિશ્વનો નંબર વન ટેસ્ટ ઓલ રાઉન્ડર બન્યો છે. જાડેજાના 385 રેટિંગ પોઈન્ટ છે અને હોલ્ડરના 357 રેટિંગ પોઈન્ટ છે. ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ત્રીજા સ્થાને યથાવત છે. આજે ટીમ ઈન્ડિયાના સૌથી ફિટ ખેલાડીમાં કોઇનું નામ આવે છે તો તે રવિન્દ્ર જાડેજાનું જ છે. આ લેફ્ટ હેન્ડ ઓલ રાઉન્ડર ટીમની એક એવી તાકત છે જે સમયાંતરે ટીમને મદદ કરે છે.  

IPL 2022 ની પ્રથમ મેચ 26 માર્ચે રમાશે. CSK ટીમ અને KKR શરૂઆતની મેચમાં એકબીજાનો સામનો કરશે, જેમની વચ્ચે ગયા વર્ષે ફાઈનલ મેચ રમાઈ હતી. રવિન્દ્ર જાડેજાને ટીમે એમએસ ધોની કરતા વધુ પૈસા આપીને જાળવી રાખ્યો છે. રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડર તરીકે પોતાની પ્રતિભાથી બોર્ડને ઘણા પ્રભાવિત કર્યાં છે. 
Tags :
AllRounderCricketGujaratFirstICCTestRankingNumberOneAllRounderRavindraJadejaSports
Next Article